જાહેરાત:શહેરમાં નલ સે જલનો રૂા. 39.49 કરોડનું ટેન્ડર આજે ખુલશે

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુકમાથી ભુજીયા સુધી ત્રીજી લાઈન ખેંચાશે
  • તળેટીમાં 75 લાખ લિટરની ક્ષમતાનો વધુ અેક ટાંકો

નલ સે જલ યોજના હેઠળ ભુજ નગરપાલિકાને કુકમાથી ભુજીયા સમ્પ સુધી લાઈન ખેંચવા અને વધુ અેક 75 લાખ લિટરની સંગ્રહ શક્તિનો ટાંકો બનાવવા ગ્રાન્ટ ફાળવાઈ છે, જે કામનું 39.49 કરોડ રૂપિયાનું ટેન્ડર અાજે અોન લાઈન ખુલવાનું છે. અેવું ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કરે જણાવ્યું હતું.

નગરપતિ ઘનશ્યામ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, કુલ 39 કરોડ 49 લાખ 60 હજાર 491 રૂપિયાના કામનું મે મહિનાની 19મી તારીખે ટેન્ડર બહાર પડ્યું હતું. જે અાજે ગુરુવારે ખુલશે. વર્ચ્યુઅલ ડોક્યુમેન્ટ માટે 7 દિવસનો સમય રખાયો છે.

કારોબારી ચેરમેન જગત વ્યાસે જણાવ્યું હતું કે, કુકમાથી ભુજીયા ડુંગર સુધી 400 અને 600 ડાયમીટરની બે લાઈન ખેંચાયેલી છે. હવે 10.5 કિ.મી.ની 900 ડાયામીટરની વધુ અેક લાઈન ખેંચાશે. સુરલભીટ પાસે 4 અેમ.અેલ.ડી.નો વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટ પણ છે. અે ઉપરાંત અાર.સી.સી. રો વોટર સમ્પ, અાર.સી.સી. ક્લીન વોટર સમ્પ, અાર.સી.સી. પમ્પ હાઉસ, ડિસ્ટ્રીબ્યુશન પાઈપ લાઈન સિસ્ટમ સહિતનો સમાવેશ થાય છે.

વોટર સપ્લાય કમીટિના ઘનશ્યામ સી. ઠક્કરે જણાવ્યું હતું કે, ભુજ શહેરના રહેવાસીઅોની પાણીની સમસ્યા કાયમ માટે દૂર થઈ જાય અે દિશામાં સતત પ્રયાસો ચાલુ છે. અાવતા ઉનાળા સુધીમાં ભુજ શહેરની પાણીની સમસ્યા કાયમ માટે વિદાય લઈ ગઈ હશે.

શહેરના મોટાભાગના વિસ્તારોને અેકાંતરે પાણી વિતરણથી અાવરી લેવામાં સફળતા મળી ગઈ છે. હવે પછી મુન્દ્રા રિલોકેશન સાઈટની પાણીની સમસ્યા ઉકેલવાની દિશામાં પ્રયાસરત છીઅે. જેનો ઉકેલ પણ અાવતા ઉનાળા પહેલા નર્મદાના જળ વિતરણથી અાવી જાય અેવી પૂરેપૂરી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...