તપાસની માગ:ટેન્કર માટે રૂ.200 ફરજીયાત પણ નગરસેવકોએ મફત મેળવ્યા !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • શહેર કોંગ્રેસે સરકારી નાણાંની ઉચાપતના કૌભાંડનો ગંભીર આક્ષેપ કરી એસીબી સમક્ષ તપાસની માગ કરી

નગરપાલિકામાં પાણીના ટેન્કર માટે લોકોને રૂ.200 ભરવા પડે છે જ્યારે પદાધિકારીઓ આ ટેન્કર ફ્રીમાં મંગાવી સરકારી તિજોરીને આર્થિક નુકશાન કરી રહ્યા છે.જેથી આ કથીત આર્થિક કૌભાંડ અંગે તપાસ કરવામાં આવે તેવી માંગણી સાથે ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એસીબીમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

ભુજ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરદાન ગઢવીના જણાવ્યા પ્રમાણે,નગરપાલિકા દ્વારા ગત 4 એપ્રિલના ઠરાવ કરીને શહેરમાં ટેન્કર મારફતે પાણી વિતરણનો રૂપિયા 200 ચાર્જ નક્કી કરવામાં આવ્યો હતો.આ ઠરાવમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તમામ લોકો સદસ્ય સહિત મફત ટેન્કર મેળવી શકશે નહીં.

રૂ. 200 ભરવા તમામ માટે ફરજિયાત છે.ટાંકા પરથી ટેન્કર વિતરણમાં પણ એવી પ્રણાલી છે કે, પહેલા પૈસા ભરવામાં આવે અને તેની પહોંચ ટાંકા પર આપ્યા બાદ ટેન્કર મોકલવામાં આવે છે પણ કમનસીબે ભુજ નગરપાલિકામાં જેમના શિરે વહીવટની જવાબદારી છે તેવા પ્રમુખ,ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, નગર સેવકો,ચીફ ઓફિસર જીગર પટેલ, પાણીના ટાંકાના ઇન્ચાર્જ દક્ષેશભાઈ, પાણી શાખાના હેડ મનદીપ સોલંકી, તથા તપાસમાં નીકળે એ તમામ લોકો દ્વારા ઠરાવની તારીખથી જ મફતમાં ટેન્કરો મેળવવામાં આવ્યા છે તેવો ગંભીર આક્ષેપ લેખિત યાદીમાં કરવામાં આવ્યો છે.

તારીખ 4 એપ્રિલથી 12 ઓક્ટોબર સુધીનો રેકોર્ડ કોંગ્રેસ દ્વારા મેળવવામાં આવતા હજારો ટેન્કર પૈસા ભર્યા વિના મેળવવામાં આવ્યા હોવાનું રજીસ્ટર પરથી સામે આવ્યું છે જે સરકારી નાણાંની ઉચાપતનું કૌભાંડ હોવાનો આક્ષેપ કરી એસીબી દ્વારા આ રેકોર્ડ જપ્ત કરી તપાસ કરવામાં આવે અને સીસીટીવી કેમેરાની ચકાસણી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.રજૂઆત સમયે કિશોરદાન ગઢવીની સાથે કાસમ સમા,અમિસ મહેતા,હાસમ સમા,મહેબૂબ પંખેરીયા,ધીરજ ગરવા,સહેજાદ સમા સહિતના હાજર રહ્યા હતા.

જાણો 26/5 થી 12/10 સુધી કોણે મેળવ્યા મફત ટેન્કર
પ્રમુખ ભુજ નગરપાલિકા,ઉપપ્રમુખ રેશમાબેન ઝવેરી,નગરસેવીકાના પતિ મયંક રૂપારેલ,રાજુ ભીલ, કારોબારી ચેરમેન જગત વ્યાસ,નગરસેવક કાસમભાઈ કુંભાર,ઇમરાન ખાટકી,નસીમબેન,કિરણ ગોરી,અનિલ છત્રાળા,કશ્યપ ગોર, રાજેશ ગોર,ધર્મેશ ગોર,સંજય ઠક્કર,કમલ ગઢવી,બિંદીયાબેન ઠક્કર,મહીદીપસિંહ,જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ,નગરસેવકના પિતા બાપાલાલભાઈ જાડેજા તેમજ જિલ્લા કલેકટર અને અન્ય સરકારી ખાતાઓ સામે લેખિત યાદીમાં આ આક્ષેપ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...