ભચાઉ તાલુકાના વિજપાસરમાં યોજાયેલા કાર્યક્રમમાં રૂ.56.25 કરોડના ખર્ચે થનારી સ્ટ્રેન્ધનીંગ કામગીરીમાં ત્રણ તાલુકાના કુલ 11 રસ્તાનો સમાવેશ કરાયો છે, જેમાં ભચાઉ તાલુકામાં 50 કરોડના ખર્ચે વામકા-લાખાવટ-કરમરિયા રોડ, 3 કરોડના ખર્ચે હલરા-રામપર-વિજ્પાસર-આમલિયારા-જંગી રોડ, 2.25 કરોડના ખર્ચે હલરા-રામપર-વિજ્પાસર- આમલિયારા-જંગી રોડ, ગાંધીધામ તાલુકાના સતાપર, અજારપર-મોડવદર-મીઠી રોહર રસ્તાનું કામ 1.20 કરોડના ખર્ચે કરાશે.
રાપર તાલુકામાં 20 કરોડના ખર્ચે ભચાઉ-રામવાવ રાપર રોડ, 1.40 કરોડના ખર્ચે વણોઇ-સુવઇ રોડ, 1.90 કરોડના ખર્ચે રામવાવ, ખેંગારપર સુવઇ રોડ, 1.25 કરોડના ખર્ચે ફતેહગઢ-શિવગઢ-મૌવણા, 20 કરોડના ખર્ચે આડેસર- વરણુવાંઢ, 3 કરોડના ખર્ચે બાદલપર-કિડિયાનગર-સોમનીવાંઢનો રસ્તો તથા 1.75 કરોડના ખર્ચે સામખિયાળી-આધોઇ-કંથકોટ-રામવાવ રોડની કામગીરી કરાશે. વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આર્ચાયે જણાવ્યું હતું કે, વરસાદ તો હવે થશે પરંતુ માર્ગ-મકાન અને વ્યવહારમંત્રીએ કચ્છ પર અત્યારથી જ વિવિધ રસ્તાના કામ મંજૂર કરીને વિકાસ કામોનો વરસાદ કરી દીધો છે.
માર્ગ-મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ ભચાઉ-ભુજ રસ્તાનું 77 કરોડના ખર્ચે રીસર્ફેસીંગનું કામ કરવાની જાહેરાત પણ કરી, તેનું કામ જુલાઇ માસમાં પૂર્ણ કરી દેવાશે તેમ જણાવ્યું હતું. ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, વિજપાસરમાં હાઇસ્કૂલની નવી ઇમારત બનાવવાની તથા નવી પાણીની લાઇન, ભચાઉ - ગાંધીધામ તાલુકાની સમરસ પંચાયતોને 5 લાખની ગ્રાન્ટ ફાળવવાની સૈધ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.