અંજાર એપીએમસીની 16 પૈકી 14 બેઠકો માટે ગઈકાલે મતદાન યોજાયુ હતું. તેમાં કુલ 17 ઉમેદવારોમાંથી 14 ભાજપના ઉમેદવાર આજે મતગણતરી બાદ વિજેતા જાહેર થયા હતા. જ્યારે બે બેઠકો આ પૂર્વે બિનહરીફ જાહેર થઈ હતી. આમ તમામ ભાજપ પ્રેરિત બેઠકો પરના ઉમેદવારો જાહેર થતા ફરી એક વખત અંજાર એપીએમસી પર ભાજપનો કબજો યથાવત રહ્યો હોવાનું પૂર્વ ચેરમેન વલમજી હૂંબલે જણાવ્યું હતું.
અંજાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ગઈકાલે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ખેડૂત મત વિભાગની મતગણતરીમાં જાહેર થયેલા વિજેતાઓમાં કોઠીવાડ રણધીર નથુ, ડાંગર રાધુ રાજા, બરારિયા નારણ બાબુ, મકવાણા રવિ દેવદાન, બરારિયા દુદા વાસણ, છાંગા વેલજી અરજણ, માતા રાજેશ માદેવા, હેઠવાડિયા ધના જેશગ , જાડેજા અજીતસિંહ રેવુભા અને રબારી મશરૂ રાણા ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે વેપારી વિભાગમાં વિજેતા જાહેર થયેલા ઉમેદવારમાં લોદરિયા પ્રકાશચંદ્ર રતિલાલ, ત્રેવાડિયા મહેન્દ્ર રમણિક, ઠકકર ગિરીશ દયાળજી અને ઠકકર ચંદ્રેશ રમણિક ચૂંટાઈ આવ્યા હતા. ભાજપના મોવડીઓએ વિજેતા ઉમેદવારને ફુલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.