નિષ્ક્રિય:ભારે વરસાદની સ્થિતિ વચ્ચે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ ટ્વિટર પર હજી પણ નિષ્ક્રિય

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય જિલ્લામાં રસ્તા બંધ થવા, રેસ્ક્યુ સહિતની વરસાદને લગતી પળેપળની માહિતી અપાય છે, પરંતુ કચ્છ કલેકટરને વંદે ગુજરાત વિકાસ યાત્રામાં રસ!

છેલ્લા અઠવાડિયાથી કચ્છમાં મેઘાવી માહોલના કારણે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે તેમાં પણ કાંઠાળપટ્ટીના માંડવી, મુન્દ્રા,અબડાસા અને નખત્રાણા-લખપતમાં મેઘરાજાએ મહેર વરસાવતા આ વિસ્તારના ગામડાઓ જળબંબાકારની સ્થિતિમાં આવી ગયા છે.ત્રણ ત્રણ દિવસથી પાણી સુકાયા નથી અને પાપડીઓ તૂટી જવા સાથે અનેક અંતરિયાળ અને હાઇવેને જોડતા રસ્તા બંધ કરવાની ફરજ પડી છે પણ આજના ટેકનોયુગમાં જિલ્લા કલેકટર સહીતના વિવિધ અધિકારીઓ લોકો સુધી સોશ્યલ મીડિયા મારફતે સંપર્કમાં ન હોવાનું ચિત્ર ઉપસ્યુ છે.

રાજ્યના અન્ય જિલ્લાઓ અને શહેરો કે જ્યાં ભારે વરસાદ છે ત્યાંના કલેકટર,પ્રાંત,કમિશનર સહિતના અધિકારીઓ દ્વારા ટ્વિટર પર સતત એક્ટિવ રહી લોકોને માહિતી આપવામાં આવી રહી છે જેમાં વરસાદના કારણે કયા રસ્તા ધોવાઇ ગયા,કેટલા લોકોનું રેસ્ક્યુ સહિતની વિવિધ માહિતીઓ આપવામાં આવી રહી છે.આજે ટેકનોલોજીનો યુગ છે અને અધિકારીઓ લોકો સુધી પોતાની વાત પહોંચાડી શકે એ માટે ટ્વિટર સક્રિય માધ્યમ છે પણ જિલ્લા સમાહર્તા તરીકે કલેકટર દ્વારા વરસાદના આંકડા પોસ્ટ કરવામાં આવે છે

વાસ્તવિકમાં લખપત,અબડાસા,નખત્રાણા અને માંડવી-મુન્દ્રામાં ઘણી નુકશાની સાથે લોકોને હેરાનગતિ ન થાય એ માટે કયા રસ્તા બંધ છે તે સહિતની માહિતી શેર કરવી જોઈએ પણ અહીં તો “વંદેગુજરાત વિકાસ યાત્રા” ની માહિતી પોસ્ટ કરવામાં આવી રહી છે.આ સિવાય જિલ્લા વિકાસ અધિકારીએ પણ પોતાના હેન્ડલ પર આવેલા અમુક પ્રશ્નોનો જવાબ આપ્યો છે આ સિવાય ગ્રામીણ વિસ્તારોમાં વરસાદને લગતી નુકશાની અંગે કોઈ માહિતી આપી નથી.અબડાસા પ્રાંત અધિકારી,લખપત મામલતદાર,ભુજ મામલતદાર સિવાયના મોટાભાગના સરકારી અધિકારીઓ પોતાના સરકારી ટ્વીટર એકાઉન્ટમાં નિષ્ક્રિય છે.

નોંધનીય છે કે,સરકારે દરેક અધિકારીને તેમના હોદા પ્રમાણે ઓફિશિયલ એકાઉન્ટ બનાવી તેમાં એક્ટિવ રહી લોકો સુધી સંપર્કમાં રહેવા તાકીદ કરી હતી તે સુચનાને પણ ઘોળીને પી જવાઈ છે.લોકો તરફથી જે પ્રશ્નો મુકવામાં આવે છે તેનો પ્રત્યુત્તર આપવામાં આવે તે પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...