કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો. કલ્પના સતીજા તથા તેમના માર્ગદર્શન હેઠળ પીએચડીનો અભ્યાસ કરતા છાત્ર મનીષ છતલાની દ્વારા ‘એન ઇકોનોમેટ્રિક એનાલિસિસ ઓફ એનવાયરમેન્ટ ડેમેજ ઓન ઇન્ડિયન ઈકોનોમી’ વિષય પર સંશોધન પત્ર તૈયાર કરવામાં આવતા તે અમેરિકાની યુનિવર્સિટીથી પ્રકાશિત કરવામાં આવ્યું છે.
હાલમાં પર્યાવરણ અશુદ્ધિ અને વૈશ્વિક આબોહવા પરિવર્તનની દરેક અર્થવ્યવસ્થા પર ગંભીર અસરો જોવા મળે છે ત્યારે ભારતની અર્થવ્યવસ્થા પર તેની શુ અસર પડી છે તેનું ગાણિતિક વિશ્લેષણ કરાયું છે તેમજ ટકાઉ વિકાસ માટે પર્યાવરણનું અર્થશાસ્ત્ર સમજવું ખૂબ જ જરૂરી છે. ટકાઉ વિકાસના નિર્દેશકોમાં પર્યાવરણ મુખ્ય છે. જે કોઈ પણ અર્થતંત્રમાં સતત સામાજિક અને આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે.
આ સંશોધનપત્રમાં ભારતની આર્થિક વૃદ્ધિ તથા ગ્રીન હાઉસ એમિસન વચ્ચેનો સંબંધ તથા વિકાસને લગતા નિર્ધારણ મોડેલ દ્વારા પર્યાવરણની ભારતમાં શુ પરિસ્થિતિ છે તેનું વિશ્લેષણ કરાયું છે.ઉલ્લેખનીય છે કે,ડો. કલ્પના સતીજા જુદી જુદી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી સાથે કામ કરી રહ્યા છે ત્યારે અમેરિકન યુનિવર્સિટી દ્વારા તેમના સંશોધન પત્રો પર્યાવરણ અને શાંતિના જનરલમાં પ્રકાશિત કરવામાં આવતા કચ્છ અને ભારત માટે ગૌરવની વાત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.