સલામત રીતે બચાવ્યા:ભારે વરસાદમાં ધીણોધર ડુંગર પર ફસાયેલા ભુજના ચાર યુવાનોનું રેસ્ક્યુ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રએ સ્થાનિક આગેવાનોની મદદ લઈને યુવાનોને સલામત રીતે બચાવ્યા

કચ્છમાંભારે વરસાદ થઇ રહ્યો છે. તેવામાં સરકારી તંત્ર પણ સતર્ક છે. આ દરમિયાન નખત્રાણાના ધીણોધર ડુંગર પર ભુજના 4 યુવાનો ફસાયા હતાં. જે અંગે જિલ્લા કંટ્રોલરૂમમાં ફોન કરીને ભુજના 4 યુવાનોએ મદદ માગી હતી. તંત્રએ સ્થાનિક આગેવાનોની મદદ લઈને આ યુવાનોને સલામત રીતે બચાવ્યા હતાં.

આ યુવાનો ભારે વરસાદમાં ધીણોધર ડુંગર ખાતે ફસાઈ ગયા હતા. ડુંગરના બંને તરફ પાણીનો પ્રવાહ હોવાથી તેઓ ત્યાંથી નીકળી શકે એમ નહોતા. જોકે, જિલ્લા કંટ્રોલરૂમને આ કોલ મળતા જ બચાવ કામગીરીમાં નખત્રાણા રેવન્યૂ ટીમ, પોલીસ ટીમ, સ્થાનિક તરવૈયાઓ અને આગેવાનો જોડાયા હતા.

ડુંગરની બંને તરફ પાણીના પ્રવાહનું જોર વધારે હોવાથી દોરડા બાંધીને તમામ યુવાનોનું રેસ્કયૂ કરવાની ફરજ પડી હતી. જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે વહીવટીતંત્રએ સંકલન કરીને કુનેહથી કામગીરી કરીને યુવાનોને સલામત સ્થળે ખસેડ્યા હતા. પ્રાંત અધિકારી નખત્રાણાના જણાવ્યા મુજબ હાલ ચારેય યુવાનો સ્વસ્થ અને સલામત છે.

ભરૂડ નદીમાં પુર આવતા નિરોણાના માલધારી ઝાડ પર ચડી ગયા
નિરોણા ગામની ઉતર તરફ સવારે ભેંસોના ચરીયાણ માટે ગયેલા 55 વર્ષના માલધારી જત રજાક હાજી સતાર ભરૂડ નદીમાં પૂર આવતા ફસાઈ ગયા હતા.સદનસીબે તેઓ ઝાડ પર ચડી જતા બચી ગયા હતા. 7 થી 8 કલાક સુધી ઝાડ પર રહ્યા બાદ એનડીઆરએફની ટીમ દ્વારા તેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...