ભુજ ખાતે નવનિર્મિત સ્મૃતિવનમાં આગામી 26 જાન્યુઆરીએ સરકાર દ્વારા વર્ષ 2001ના વિનાશક ભૂકંપમાં અવસાન પામેલ દિવંગતોની સ્મૃતિમાં તેઓના સ્વજનોની ઉપસ્થિત્માં એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વૃક્ષારોપણ, મ્યુઝિયમ મુલાકાત, ભજન જેવા કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. મૃતકોના સ્વજનો દિવંગતના નામની તકતી પાસે પુષ્પાંજલિ અર્પી અને શ્રદ્ધાંજલિ આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવાય તેવી સંભાવના છે, તો સૂત્રોના જણાવ્યા મુજબ સૌ પ્રથમ વખત ગણતંત્રનો જિલ્લા કક્ષાનો ધ્વજ વંદનનો કાર્યક્રમની પણ શક્યતા ચકાસવામાં આવી રહી છે.
કચ્છના ભુજ તેમજ મિરઝાપર, માધાપર અને સુખપર વિસ્તારની જાહેર જનતા પૈકી જે લોકોએ ભૂકંપમાં તેમના વ્હાલા સ્વજન ગુમાવેલ હોય તેવા લોકોએ પોતાના અવસાન પામેલ દિવંગતનું નામ, અવસાન પામેલ દિવંગતના સગા–સબંધીનું નામ તેમજ સંપર્ક નંબર અને સરનામા સહિતની વિગતો તાત્કાલિક મૂકવા અપીલ કરી છે. મામલતદાર કચેરી, ભુજ (શહેર), તાલુકા સેવા સદન, લેવા પટેલ હોસ્પિટલની બાજુમાં, મુંદ્રા રોડ, ભુજ ખાતે મોકલી આપવા અથવા કચેરીના ટેલીફોન નંબર 02832-231589 પર સવારે 10.30થી સાંજે 06.10 સુધીમાં જાણ કરવા અંગે મામલતદાર ભુજ(શહેર)ની યાદીમાં જણાવાયું છે.
ભચાઉની માહિતી પણ તંત્ર દ્વારા મંગાવાઈ
ગુજરાત રાજય આપત્તિ વ્યવસ્થાપન મંડળ, ગાંધીનગરના દ્વારા 26 જાન્યુ.ના સ્મૃતિવન અર્થકવેક મેમોરીયલ અને મ્યુઝિયમ, ભુજ ખાતે 2001માં ધરતીકંપમાં સ્વર્ગસ્થ પામેલ સદગત વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ સ્વરૂપે તેમના પરિવારજનો દ્વારા વૃક્ષારોપણ, ભજન કાર્યક્રમ, ચેકડેમ ટૂર અને સ્મૃતિવન અર્થકવેક મેમોરીયલ મ્યુઝિયમની મુલાકાત જેવા કાર્યક્રમો આયોજીત કરવાનું પ્રાયોજન વિચારાધિન છે. આ હેતુથી કલેકટરની સૂચનાનુસાર ભચાઉ તાલુકા તથા ભચાઉ શહેરના ભૂકંપમાં મૃત્યુ પામેલ સદગતના સગાઓની માહિતી જેવી કે સગાનું પુરૂનામ, સદગત સાથેનો તેમનો સબંધ, હાલનું પુરૂ સરનામું અને મોબાઇલ નંબર વગેરે ભચાઉ શહેરની માહિતી મામલતદાર કચેરી, ભચાઉ અને ભચાઉ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની માહિતી તાલુકા વિકાસ અધિકારી, ભચાઉની કચેરીએ રૂબરૂમાં તા.05 જાન્યુ. સુધીમાં મોકલી આપવા જે.એચ.પાણ, મામલતદાર, ભચાઉ દ્વારા યાદીમાં જણાવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.