વિમોચન સમારોહ:ભુજ તાલુકા સરપંચ સંગઠનની કારોબારી સમિતિની પુન: રચના

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંસ્થાએ બહાર પાડેલી બુક ‘પંચાયત સાથી’નું વિમોચન કરાયું

ભુજ તાલુકા સરપંચ સંગઠનની કારોબારીની પુન:રચના સાથે સંસ્થાએ બહાર પાડેલી બુક ‘પંચાયત સાથી’નું વિમોચન કરાયું હતું. નવનિયુક્ત સરપંચો દ્વારા કારોબારી સમિતિની પુન:રચના કરાતાં તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે વાલજી આહીર (ઝીંકડી), ઉપપ્રમુખો જુસબ બાફણ (નાગિયારી), જુમા હાજી સમા (રતડિયા), નિજામુદ્દીન મુતવા (મીઠડી), મહામંત્રી પ્રીતિબેન વેકરિયા (વાડાસર), સહમંત્રીઓ વિરમ મેરિયા (ડગાળા), રશ્મિબેન છાંગા (કુનરિયા), ખજાનચી ગોકુલ જાટિયા (મમુઆરા), સહખજાનચી ગંગાબેન મહેશ્વરી (માધાપર-જૂનાવાસ)ની બિનહરીફ વરણી કરાઇ હતી.

પૂર્વ મહામંત્રી નીલેશ વરસાણીએ સંગઠનની વરણી પ્રક્રિયા, સંગઠનના નીતિ નિયમો, બંધારણ અંગે છણાવટ કરી હતી. પૂર્વ પ્રમુખ સુરેશ છાંગાએ સંગઠને 2018થી અત્યાર સુધી કરેલી કામગીરી, પડકારો, મળેલા પરિણામોની વાત નવા સરપંચો સમક્ષ મૂકી હતી. પૂર્વ ખજાનચી વાલજી આહીરે હિસાબો આપ્યા હતા. ત્યારબાદ નિયત કરાયેલા કલસ્ટરોમાંથી કારોબારી સભ્યો પસંદ કરાયા હતા અને કારોબારીએ બેઠક કરી હોદ્દેદારોની બિનહરીફ વરણી કરી હતી.

નવા વરાયેલા હોદ્દેદારોએ કચ્છ મહિલા વિકાસ સંગઠને બહાર પાડેલી બુક ‘પંચાયત સાથી’નું વિમોચન કર્યું હતું. નવા વરાયેલા પ્રમુખે સંગઠનના હેતુ મુજબ ગ્રામપંચાયતોના હિતમાં કામ કરવાની ખાતરી આપી હતી. મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા યોજનાઓની માહિતી રૂપે તમામ સરપંચોને કિટ અપાઇ હતી. કેએમવીએસના અરૂણાબેન ધોળકિયા, યોગેશ ગરવા, સેતુ અભિયાનના અબ્દુલગની સમા, ભાવેશ ભટ્ટ, રાજેન્દ્ર વાઘેલા, ધવલ આહીર સહિત સરપંચો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...