ભુજના પશ્ચિમી ભાગોળે આવેલા ઉમાસર તળાવને આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ લોકભોગ્ય અને સુંદર બનાવવા અધિકારીઓ અને પદાધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. જેમાં પ્રથમ ચરણમાં તળાવની ઝાડી દૂર કરવા જૈન મહાજનના સહકારથી કાર્ય કરાયું. તો ત્યારબાદ ત્યાંથી હમીરસર સુધી પાણીને લઈ જતા રાજાશાહી 22 કૂવાની આવ જળ વહન યોગ્ય કરવા કામ માટે જિલ્લા સમાહર્તા અને તેમની ટીમે સ્થળ મુલાકાત લીધી હતી.
કલેકટર પ્રવિણા ડી.કે., મદદનીશ કલેકટર અતિરાગ ચાપલોત, સુધરાઇ પ્રમુખ ઘનશ્યામ ઠક્કર અને તજજ્ઞોની ટીમ સૌપ્રથમ તળાવ કિનારે થયેલી કામગીરી નિહાળી, ત્યાંથી ઓવરફ્લો બાદ પાણીને હમીરસર સુધી લઈ જતી કેનાલની પરિસ્થિતિ ચકાસી હતી. પાંચ તબક્કે થનાર કામ માટે ભુજ વિસ્તાર વિકાસ મંડળ દ્વારા 18.36 લાખની ગ્રાન્ટ ફાળવી હતી. જે રકમમાંથી સુધરાઇ આ ચોમાસુ થશે તે અગાઉ તળાવનું પાણી બાજુની સોસાયટી સર્જન કાસામાં ન જાય તે માટે બોરીબંધ બનાવવા શક્યતાઓ ચકાસી તે કામ શરૂ કરવા આયોજન કરાયું છે, તો આવના વહેણ પણ દુરસ્ત કરવા વિચારણા કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.