આશાવાદી:સોમૈયા દ્વારા ઠાકરે પર ટિપ્પણી બાદ બળવાખોરોનો ઠાકરે પ્રેમ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બળવાખોર વિધાનસભ્યો ઉદ્ધવ ઠાકરે પાસે પાછા જવા માટે આશાવાદી

મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કરીને 40 વિધાનસભ્યો પોતાની સાથે લઈને ભાજપની મદદથી સરકાર બનાવી. જોકે આ પછી પણ શિંદે જૂથ અને શિવસેના વચ્ચે સંઘર્ષ ચાલુ જ છે. જોકે એક બાજુ આ સંઘર્ષ ચાલુ છે ત્યારે બીજી બાજી શિંદે જૂથ શિવસેનામાં જવા માટે હજુ પણ આશાવાદી છે. અમે શિવસેના છોડી નહીં હોવાથી અમે શિવસૈનિક જ છીએ, એમ કહીને પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે જો સન્માનથી બોલાવે તો અમે માતોશ્રી પર પાછા જઈશું, એવી ભૂમિકા બળવાખોરની છે.

શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે તો ઠાકરે અમને બોલાવે તો ચોક્કસ જઈશું એવું વિધાન કર્યું છે. જોકે આજુબાજુના અમુક લોકોને ઠાકરેએ દૂર રાખવા એવી સલાહ પણ તેમણે આપી છે. વિધાનસભ્યોનાં કામો કરવા માટે મધ્યસ્થીઓ અમને ઠાકરેની મુલાકાત કરાવવાનું આશ્વાસન આપતા હતા. તો પછી અમે વિધાનસભ્ય શા માટે થયા એવો પ્રશ્ન પણ તેમણે કર્યો છે.

અમે હાલમાં ભાજપ સાથે સત્તામાં આવ્યા હોઈ એક નવું કુટુંબ તૈયાર થયું છે. હવે આ કુટુંબમાંથી પાછા જવું હોય તો અમે એકલા નથી. અમને બોલાવતી વખતે ઠાકરેએ ભાજપ સાથે પણ ચર્ચા કરવી પડશે. ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીને જ નિર્ણય લેવા પડશે, એમ પણ કેસરકરે જણાવ્યું હતું. ઠાકરેની ટીકા સહન નહીં કરીએ : દરમિયાન ગુરુવારે ભાજપના માજી સાંસદ કિરીટ સોમૈયાએ શિંદેની મુલાકાત લીધા પછી ટ્વીટ કર્યું.

કિરીટ સોમૈયાએ શું કહ્યું હતું ?
સોમૈયાએ મુખ્ય મંત્રી એકનાથ શિંદેને મળ્યા પછી ટ્વિટ કર્યું હતું, જેમાં ઠાકરે સરકારને માફિયા રાજ ગણાવી હતી, જેને લઈ શિંદે જૂથના અમુક વિધાનસભ્યો નારાજ થયા છે. શિવસેનાના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુખ્ય મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન કથિત ભ્રષ્ટાચારના મુદ્દાઓ પર નિશાન બનાવ્યા હતા અને આઘાડી સરકારને માફિયા રાજ ગણાવી હતી અને કહ્યું હતું. આ મુદ્દે શિંદે જૂથના અમુક વિધાનસભ્યોએ વાંધા ઉઠાવતાં મેં તો ફક્ત લોકોની લાગણીઓ વ્યક્ત કરી છે એવો બચાવ સોમૈયાએ કર્યો છે. સોમૈયાએ કહ્યું, હું માત્ર એટલું જ કહી શકું છું કે મહારાષ્ટ્રમાં માફિયા સરકાર ખતમ થઈ ગઈ છે. આ મહારાષ્ટ્રના ઘણા લોકોની લાગણી હતી અને મેં તે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...