તપાસ:જી-20 સમિટને લઈ સ્વચ્છતા મુદ્દે આજે આર.સી.એમ. કચ્છમાં

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ફાયર સ્ટેશનના પ્રગતિ અહેવાલ પણ તપાસશે

કચ્છમાં જી-20 સમીટ પ્રવાસન વિષય ઉપર ફેબ્રુઅારી માસની 9 અને 10મી તારીખે યોજાય અેવી શક્યતા છે, જેથી દરેક સરકારી વહીવટ તંત્ર અલગ અલગ જવાબદારીઅો પાર પાડવા ધંધે લાગેલું છે, જેમાં વિદેશીઅો સ્વચ્છતાની સારી છાપ લઈને જાય અે માટે અાર.સી.અેમ. ધીમંત વ્યાસ અાજે કચ્છમાં અાંટો મારી જવાના છે, જેમાં નગરપાલિકાઅો જોડે બેઠકોનો દોર ચાલશે.

નગરપાલિકાઅોના પ્રાદેશિક કમિશનર ધીમંત વ્યાસ શહેરની સાફ સફાઈની કામગીરી મુદ્દે મુખ્ય અધિકારી અને પદાધિકારીઅો જોડે અાગોતરા અાયોજનની વિગતો લેશે, જેથી ફેબ્રુઅારી માસના પ્રારંભે શહેરના માર્ગો સ્વચ્છ સુંદર થઈ જાય તો નવાઈ ન પામવી. કેમ કે, જી-20 સમીટમાં દેશ વિદેશથી હસ્તીઅો અાવવાની છે. જેમના મન મગજ ઉપર સારી છાપ ઊભી કરવા માર્ગોની સાફ સફાઈ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં અાવશે.

જોકે, પ્રાદેશિક કમિશનરે સાથોસાથ ભુજમાં બનતા જિલ્લા કક્ષાની ફાયર સ્ટેશનની કચેરીનું કામ કેટલી પ્રગતિમાં છે અે જાણવા ફાયર બ્રિગેડની પણ મુલાકાત લેવાના છે. અત્રે ઉલ્લેખની છે કે, ભુજ ફાયર બ્રિગેડના વડા તરીકે સચિન પરમારને બઢતી અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...