આકરો તાપ:ગાંધીધામ, અંજાર પંથકમાં રવિનો ભારે પ્રકોપ; કંડલા એરપોર્ટ 44.6 ડિગ્રી

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બે-ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો નીચે સરકે તેવી શક્યતા

રવિવારે કંડલા એરપોર્ટ પર તાપમાનનો પારો ઉંચકાઇને 44.6 ડિગ્રીએપહોંચતા ગાંધીધામ, કંડલા, અંજાર, આદિપુર, મેઘપર બોરિચી, ગળપાદર પંથકમાં રવિનો પક્રોપ વધુ રહ્યો હતો અને હવામાન વિભાગના કહેવા મુજબ જિલ્લામાં હજુ બે-ત્રણ દિવસ સુધી આકરો તાપ બરકરાર રહેશે, ત્યારબાદ તાપમાનનો પારો નીચે સરકે તેવી શક્યતા છે.

તાજેતરમાં કચ્છ સિવાયના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહીના પગલે જિલ્લામાં તાપમાનનો પારો નીચે સરક્યો હતો, જેના કારણે લોકોને બળબળતા તાપમાંથી આંશિક રાહત થઇ હતી પરંતુ ત્યારબાદ બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો ઉંચકાયો છે. રવિવારે કંડલા એરપોર્ટ મહત્તમ 44.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ મથક બની રહ્યું હતું અને દિવસ દરમ્યાન ગાંધીધામ, આદિપુર, અંજાર, ગળપાદર પંથકમાં આભમાંથી અગન ગોળા વરસ્યા હતા. બપોરે તો લોકોએઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું.

હવામાન વિભાગના કહેવા મુજબ કચ્છમાં હજુ બે-ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાનનો પારો 41થી 42 ડિગ્રી વચ્ચે અને લઘુત્તમ તાપમાન 25થી 28 ડિગ્રી વચ્ચે રહેશે. જો કે, આગામી બે-ત્રણ દિવસ બાદ મહત્તમ તાપમાનનો પારો 2 ડિગ્રી જેટલો નીચે સરકે તેવી શક્યતા છે. રવિવારે જિલ્લા મથક ભુજમાં મહત્તમ 41.2 ડિગ્રી, લઘુત્તમ 25.4 ડિગ્રી, કંડલા પોર્ટમાં અધિકત્તમ 38.6 ડિગ્રી, ન્યૂનત્તમ 26.1 ડિગ્રી અને નલિયામાં મહત્તમ 35.8 ડિગ્રી, લઘુત્તમ 26.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

10 ગરમ મથકોમાં કચ્છના બે શહેર

મથકતાપમાન
કંડલા એ.44.6
અમદાવાદ44
વડોદરા43.6
ગાંધીનગર43.5
સુ.નગર43.5
અમરેલી42.2
ભાવનગર41.7
ડિસા41.6
ભુજ41.2
વ.વિ.નગર40.5

​​​​​​

અન્ય સમાચારો પણ છે...