ચૂંટણી આઇકોન:રતનાલના દિવ્યાંગની ચૂંટણી આઇકોન તરીકે થઇ નિમણૂક

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છના દિવ્યાંગો મતદારોને પ્રોત્સાહિત કરશે

દિવ્યાંગો તથા વરિષ્ઠ નાગરિકો સરળતાથી મતદાન કરી શકે તે માટે વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં ચૂંટણીપંચ દ્વારા ઘર બેઠા પોસ્ટલ બેલેટથી મત આપવાની વ્યવસ્થા કરાઇ છે. આ સાથે કચ્છના દિવ્યાંગ મતદારોને મતદાનમાં મદદ માટે તથા વધુ મતદાન કરવા માટે લોકોને પ્રોત્સાહન મળે તે માટે 95 ટકા દિવ્યાંગતા ધરાવતા નંદલાલ શામજી છાંગાને વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 માટે કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા ચૂંટણી આઇકોન તરીકે જાહેર કરાયા છે. તેઓ દિવ્યાંગ મતદાર જાગૃતિ માટે જિલ્લાના પ્રતિનિધિ તરીકે કામગીરી કરશે. ઉપરાંત દિવ્યાંગો કોઇ મુશ્કેલી વગર સરળતાથી મતદાન કરી શકે તે માટે પ્રોત્સાહન આપશે તેવું નોડલ અધિકારી અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની યાદીમાં જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...