કામગીરી:રાપર નગરપાલિકાએ 6 દુકાનો બનાવવા ચીફ ઓફિસરની અંદાજિત ગણતરીથી મંજૂર

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીએ અન્વેષણ દરમિયાન 7 અનિયમિતતા કાઢવામાં આવી

સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે રાપર નગરપાલિકાનું અોડિટ કર્યું હતું, જેમાં સેલારી નાકા પાસે શોપિંગ સેન્ટરમાં 6 દુકાનોના બાંધકામ અને મંજુરી વિના વેચાણ અંગે 7 જેટલી અનિયમિતતા કાઢી હતી, જેમાંથી અેક અનિયમિતતામાં નોંધ્યું હતું કે, રાપર નગરપાલિકા દ્વારા ખાતાકીય રીતે કામ કરવામાં અાવેલું છે. દુકાનોના પૂર્ણતા પ્રમાણપત્ર અાપવામાં અાવેલા નથી અને માપો અેમ.બી.માં પણ નોંધવામાં અાવેલા નથી. જે કાર્યવાહી કર્યા વિના ચૂકવણું કરવામાં અંગે પૂર્તતા થઈ નથી. માત્ર મુખ્ય અધિકારીની સહીથી જ અંદાજિત રકમની ગણતરી કરીને 3 લાખ 59 હજાર 598 રૂપિયા મંજુર કરવામાં અાવ્યા છે.

સાૈથી પહેલી અનિયમિતતા બતાવાઈ છે કે, રાપર વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા ભૂકંપ બાદ રસ્તા માટેની જગ્યા સંપાદન કરી, રસ્તા અને તેની પછીની માર્જિનની જે જગ્યા વધેલી તે રસ્તા અને માર્જિનની જગ્યા નગરપાલિકાને સુપરત કરાઈ હતી, જેથી સરકારી જગ્યા પર મિલકતો, દુકાનો ઊભી કરવા અંગે નગરપાલિકા દ્વારા રાડા કે મહેસૂલી તંત્રની મંજુરી લીધા વિના જ સામાન્ય સભાના ઠરાવથી બાંધકામ કર્યું હોઈ પૂર્તતા કરી નથી. દુકાનો બનાવવા 3 લાખ 74 હજાર 300 અંદાજ બાંધીને રકમ મંજુર કર્યું તેની તાંત્રિક મંજુરી મેળવવામાં અાવી નથી.

દુબાનો બનાવવા માટે તાંત્રિક મંજુરી લીધા સિવાય કામ કરવા અંગે પૂર્તતા કરી નથી. જમીન મૂલ્યાંકન સમિતિ કે રાજ્ય મૂલ્યાંકન સમિતિની મંજુરી વિના જ અપસેટ પ્રાઈઝ નક્કી કર્યા વિના જ દુકાનોની હરાજી કરવામાં અાવી હતી. અેમાંય દુકાન ખરીદનારે વિલંબથી રકમની ભરપાઈ કરી હતી તોય પેનલ્ટીની જોગવાઈ કરાઈ ન હતી. જેમણે અોડિટ દરમિયાન રકમ ભરી ન હતી. તેની પાસેથી દુકાનોનો કબજો પણ લેવાયો નથી.

કિંમત નક્કી કરાવ્યા વિના હરાજી
સાૈથી ગંભીર બાબત અે નોંધાઈ છે કે, જિલ્લા મૂલ્યાંકન સમિતિ અને રાજ્ય મૂલ્યાંકન સમિતિ પાસેથી કિંમત નક્કી કરાવવાની રહે છે. જે કિંમત નગરપાલિકા દ્વારા નક્કી કરાવ્યા વિના જ 2019ની 16મી જાન્યુઅારીઅે જાહેર હરાજી માટે જાહેર નિવિદા અાપવામાં અાવી હતી. જે હરાજીની કિંમત 72.70 લાખ જેટલી થઈ હોવા છતાં સ્થાનિકે જાહેર નિવિદા અાપી ન હતી. જેની પણ પૂર્તતા કરાઈ નથી.

ડિપોઝિટની રકમ નહોતી ભરી તેને જાહેર હરાજીમાં સામેલ કરાયો
જાહેર હરાજીમાં ભાગ લેવા માટે 50 હજાર રૂપિયાની ડિપોઝિટની રકમ રખાઈ હતી, જેમાં 43 અાસામીઅોઅે રકમ ભરી હતી. પરંતુ, દુકાન નંબર 1 અને 2ની ખરીદી કરનારા દ્વારા ડિપોઝિટ ભર્યાના અાધારો રેકર્ડ પર ન હોવા છતાં તેને જાહેર હરાજીમાં ભાગ લેવા છૂટ અપાઈ હતી. અામ સમગ્ર પ્રક્રિયા નિયમ વિરુદ્ધ થઈ હતી. અામ છતાં પૂર્તતા કરાઈ નથી. ખરીદનારાની રકમ પાછળથી સ્વીકારીને નામ દાખલ કરાયું હતું. જેની પણ પૂર્તતા કરાઈ નથી.

અન્ય સમાચારો પણ છે...