ચર્ચાનું કેન્દ્ર:શેખપીર પાસે RTOના ચેકિંગમાં અડચણ કરતા તત્ત્વોની પોલીસમાં રાવ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્સ્પેકટર પાસે માફી માંગી લેતા ફરિયાદ કરવાનું ટાળ્યું

શેખપીર ખાતે આરટીઓના અધિકારીઓ વાહનચેકિંગ કરી રહ્યા હતા ત્યારે ફરજમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો.અમુક તત્વો દ્વારા વાહનો ઉભા રાખી ખોટી રીતે ફરજમાં અડચણ ઉભી કરવામાં આવતા આખો મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. જોકે,ફરજમાં અવરોધ ઉભો કરનારા તત્વોએ બાદમાં ઇન્સ્પેક્ટરની માફી માંગી લેતા આ કિસ્સામાં ફરિયાદ કરવાનું ટાળવામાં આવ્યું હતું.

સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું કે,શેખપીર આરટીઓ ચેકપોસ્ટ પાસે આરટીઓ ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફ દ્વારા વાહનોની ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી હતી એ દરમ્યાન અમુક વ્યક્તિઓ આવ્યા વાહન ઓવરલોડ છે કે કેમ ? તે જાણવા ટ્રક અટકાવતા આરટીઓ સ્ટાફે તેઓને રોક્યા હતા. આ દરમ્યાન બોલાચાલી પણ થવા પામી હતી.આરટીઓની કાયદેસરની ફરજમાં રુકાવટ કરવામાં આવી હતી.

જેથી સમગ્ર મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો અને આ કિસ્સામા પોલીસ કાર્યવાહી માટે પધ્ધર પોલીસમાં રજુઆત પણ કરવામાં આવી હતી. જોકે પોલીસ સુધી રાવ પહોંચી જતા આ માણસોએ ઇન્સ્પેક્ટરની માફી માંગી લીધી હતી. જેથી આ કિસ્સામાં ફરિયાદ કરવાનું ટાળી દેવાયું હતું.અલબત્ત પધ્ધરના ઈન્ચાર્જ પીએસઆઇ રોહિત ભટ્ટથી વાત કરતા તેમણે આ મુદ્દે પોલીસમાં કોઈ રજુઆત ન આવી હોવાનું કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...