જગતનો તાત રાજી રાજી:કચ્છના ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉમાં વરસાદી ઝાપટાં, રાપર તાલુકામાં એકથી દોઢ ઇંચ ખાબક્યો

કચ્છ (ભુજ )5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પવિત્ર શ્રાવણમાં ધરાને પાવન કરતા મેઘરાજાએ હેત વરસાવ્યું

કચ્છમાં હવામાન વિભાગની આગાહીને સાચી ઠેરવતા મેઘરાજાએ પવિત્ર શ્રાવણ માસમાં ધરાને પાવન કરી સમાન્યથી દોઢ ઇંચ વરસાદરૂપી કાચું સીનું વરસાવી દેતા જગતનો તાત ખુશખુશાલ થયો છે. આજે જિલ્લાના ભુજ, અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતા. જેના પગલે હળવાથી ભારે ઝાપટાના પડતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા અને આકાશ ગોરમભાયેલું બનતા વધુ વરસાદ પડવાની આશા માહોલ જોતા જન્મી છે.

રાપર વિસ્તારમાં દોઢ ઇંચ પાણી વરસ્યું
આજે શુક્રવારે સાંજે ભુજ શહેરમાં સામાન્ય ઝાપટા પડતા માર્ગો ભીના બન્યા હતા, તાલુકાના સામત્રામાં પણ ભારે ઝાપટું પડ્યું હતું. તો આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જવા પામ્યું છે. અંજાર શહેર અને તાલુકાના વરસમેડી, સાપેડા સહિતના વિસ્તારમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ગાંધીધામમાં પણ વર્ષાએ હાજરી પુરાવી હતી. ભચાઉના સામખીયાળી પણ મેઘમહેર થતા માર્ગો પાણીદાર બન્યા હોવાનું રમજું છાત્રાએ. જ્યારે રાપર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં સાંજે ભારે ઝાપટા પડતા અડધાથી દોઢ ઇંચ પાણી પડી ગયાનું દિપુભા જાડેજાએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે હવામાન વિભાગ દ્વારા આગામી તા. સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...