લાગણી વ્યક્ત:નગરપાલિકામાં આવતા કરદાતાઓનો પ્રશ્ન : સફાઈ અને લાઈટનો વેરો શેનો ?

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોટાભાગે દોઢ બે દાયકે વેરો ભરવા આવનારા અજાણ
  • સુધરાઇના મિલકત વેરામાં અપાતી 10 ટકા રાહતમાં પણ ભારે અજાણતા

ભુજ નગરપાલિકા દ્વારા રહેણાક વિસ્તારના મકાન માલીકો પાસેથી મિલકત વેરો, શિક્ષણ ઉપકર, પાણી, ગટર, સફાઈ, દિવાબત્તી ચાર્જ વસુલવામાં અાવે છે, જેમાં દોઢ બે દાયકે અેકસામટો વેરો ભરવા અાવનારાનો પ્રશ્ન હોય છે કે, લાઈટ નગરપાલિકાની વાપરતા નથી પછી દિવાબત્તી વેરો શેનો અને અમારા ઘરની સફાઈ અમે જ કરાવી લઈઅે છીઅે પછી સફાઈ વેરો શેનો.

ભુજ નગરપાલિકા દ્વારા પાણી પૂરું પાડવામાં અાવે છે, જેથી પાણીનો ચાર્જ વસુલે છે. ગટરની સેવા પૂરી પાડે છે, જેથી ગટર ચાર્જ વસુલે છે. શેરી મહોલ્લા અને ગામના જાહેર માર્ગો ઉપર સફાઈ કામદારો દ્વારા સફાઈ કરાતી હોય છે, જેથી સફાઈ ચાર્જ વસુલે છે. અે ઉપરાંત જાહેર માર્ગો ઉપર રોડ લાઈટ નગરપાલિકાની હોય છે, જેથી દિવાબત્તી ચાર્જ પણ વસુલે છે. પરંતુ, મિલકત વેચસાટ કે અન્ય નામ ટ્રાન્સફર સહિતના કારણે દોઢ બે દાયકે બાકી લેણા ભરવા અાવનારાને દિવાબત્તી અને સફાઈ ચાર્જની સમજ નથી હોતી, જેથી તેઅો દિવાબત્તી અને સફાઈ ચાર્જ વિશે દલીલો કરતા હોય છે.

બીજી તરફ હિસાબી વર્ષ 2021/22 સુધીના તમામ વેરા ભરપાઈ થઈ ગયા હોય અને હિસાબી વર્ષ 2022/23ના વેરા મે મહિના સુધી ઈ-નગરમાં અોન લાઈન મિલકત વેરા ભરનારાને માત્ર મિલકત વેરા ઉપર 15 ટકા રાહત મળવાની છે અને નગરપાલિકામાં ભરવા જાય તો 10 ટકા રાહત મળવાની છે.

પરંતુ, બિલમાં મિલકત વેરા, ઉપરાંત શિક્ષણ ઉપકર, પાણી, ગટર, સફાઈ અને દિવાબત્તી ચાર્જ સહિતનું બિલ હોય છે, જેથી કુલ રકમ ઉપર રાહતની રકમ બાદ કરીને ભરપાઈ કરવા અાવનારાને માત્ર મિલકત વેરામાંથી રાહતની રકમ બાદ મળે છે ત્યારે કરદાતાઅો ભુજ નગરપાલિકાની મોટી ભૂલ પકડી પાડી હોય અેવી રીતે દાવા દલીલ કરે છે. જ્યારે તેમને સમજાવવામાં અાવે છે ત્યારે તેઅો અજાણતા વ્યક્ત કરે છે, જેથી ભુજ નગરપાલિકા મિલકત વેરો અને અન્ય વેરા ઉપરાંત સેવા ચાર્જના બિલ અગલથી અાપે અેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...