પેટામાં નગરસેવકે કામ રાખ્યાની અટકળો:પુરૂષોત્તમ બાગના બ્યુટીફિકેશનનો ઠેકો, છતાં પાણીના ટેન્કર ભુજ નગરપાલિકાના

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેટામાં નગરસેવકે કામ રાખ્યાની અટકળો - નગરસેવિકાઅે પૂછાણું લેતા પૈસા ભર્યાનો ખુલાસો

ભુજ શહેરના પુરુષોત્તમ પાર્કના બ્યુટીફિકેશનનું કામ ચાલે છે, જેમાં નગરપાલિકાના ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં અાવે છે, જેથી વિપક્ષી નગરસેવિકાઅે પૂછાણું લીધું હતું. જેના જવાબમાં કહેવાયું હતું કે, નગરપાલિકામાં પૈસા ભરી દીધા છે. જોકે, અટકળો મુજબ પેટામાં નગરસેવકે જ કામ રાખ્યું છે, જેથી ગેરઉપયોગ કરાય છે.

ભુજ નગરપાલિકામાં પદાધિકારીઅો કે કર્મચારીઅોને ખોટું કરવામાં સહયોગ મળે ત્યાં સુધી કોઈ વાંધો વચકો નથી હોતો અને સહયોગ મળતો બંધ થાય અેટલે અડચણો નાખવાનું શરૂ થઈ જતું હોય છે, જેથી અેકે હજારા પણ સોઅે બિચારા જેવા પદાધિકારીઅો અંતે શરણાગતિ સ્વીકારી લેતા હોય છે અેવી છાપ ઉપસી રહી છે, જેમાં વધુ અેક પ્રકરણે ચર્ચા જગાવી છે.

શહેરના પુરુષોત્તમ પાર્કના બ્યુટીફિકેશનનો ઠેકો અપાયો છે. પરંતુ, ઠેકેદાર ચાલ્યો ગયો છે, જેથી પેટામાં અાડકતરી રીતે નગરસેવકને કામ સોંપાયું છે. અેટલું જ નહીં નગરપાલિકાના પાણીના ટેન્કરનો ગેરઉપયોગ થઈ રહ્યો છે. નગરસેવિકા મરિયમબેન હાસમ સમાઅે નગરપાલિકાના પાણીના ટેન્કરના વપરાશ બાબતે પૂછાણું લેતા જવાબ અપાયો કે, પૈસા ભરીને પાણીના ટેન્કર મંગાવીઅે છીઅે. જે હોય તે પણ અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...