જાગતે રહો:38 કિલો હેરોઇન કેસમાં પંજાબ પોલીસે વધુ એક ડ્રગ પેડલરની ધરપકડ જાહેર કરી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરહદી લક્કી ગામમાં એજન્સીઓના આંટાફેરા વધ્યા
  • આરોપી પાસેથી ડ્ર્ગ્સના 77 હજાર રૂપિયા કબજે કરાયા

સરહદી લખપત તાલુકાના બુધુબંદર ખાતે પાકિસ્તાનથી હેરોઈનનો જથ્થો આવ્યો અને લક્કી ગામના બે શખ્સોએ આ માલ ખનીજ ભરેલી ટ્રકમાં ભરી આપી પંજાબ સુધી પહોંચાડવામાં મદદગારી કરી હતી.જે 190 કરોડના ડ્રગ્સ કેસમાં લક્કી ગામના બે શખ્સોની ધરપકડ બાદ પંજાબ પોલીસે વધુ એક ડ્રગ પેડલરની ધરપકડ કરી છે. સત્તાવાર નિવેદનમાં જણાવાયું કે, કચ્છમાંથી બે સહિત વધુ એક આરોપીને ઝડપી તેની પાસેથી 77 હજારની ડ્રગ મની રિકવર કરવામાં આવી છે. દરમિયાન મહત્વની વાત છે કે, સ્થાનિકે એજન્સીઓ ઊંઘતી ઝડપાયા બાદ ચેકિંગ વધારવામાં આવતા ગામમાં એજન્સીઓના આંટાફેરા વધી ગયા છે.

સૂત્રો એમ જણાવી રહ્યા છે કે, જે બે ઈસમો પકડાયા છે તેઓને આપવામાં આવેલા કોથળામાં 190 કરોડનો માલ હોવાની જાણ હતી નહીં. હાથો બનાવીને બંનેનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. દરમિયાન આર્મીના અધિકારી દ્વારા હેલિકોપ્ટર મારફતે વિઝીટ કરવામાં આવી હતી તો શુક્રવારે મોડી રાત સુધી બીએસએફના અધિકારીઓનું આવન જાવન ચાલુ રહ્યું હતું આ સિવાય સ્ટેટ આઈબી, સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીઓ ફરી એકવાર આ વિસ્તારમાં સુરક્ષામાં ક્યાં ચૂક રહી ગઈ તે જાણવા તપાસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...