તંત્રએ મોડેથી જાહેરાત કરી:કચ્છની આંગણવાડી, શાળા અને કોલેજોમાં આજે અને કાલે જાહેર રજા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • : મંગળવારે અનેક છાત્રો ફસાયા હતા

રાજ્યના અન્ય વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના કારણે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે,કચ્છમાં મંગળવારે એલર્ટ હોવા છતાં તંત્ર દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી ન હતી જેના કારણે અનેક વિદ્યાથીઓ વરસાદમાં ફસાઈ ગયા હતા.જે બાદ મોડેથી જાગેલા તંત્રએ આજે અને આવતીકાલે રજા જાહેર કરી છે.

જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.એ જણાવ્યુ કે,ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે સાવચેતીના ભાગરૂપે કચ્છ જિલ્લામાં ચાલતી તમામ ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક,પ્રાથમિક શાળા અને આંગણવાડીઓના વિદ્યાર્થીઓની સલામતી અને સુરક્ષાના હેતુસર શૈક્ષણિક કાર્ય બંધ રાખવું જરૂરી જણાતા ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003ની કલમ-23 અન્વયે આજે તા.13 અને આવતીકાલે 14મી જુલાઇ બુધવાર અને ગુરૂવાર એમ બે દિવસ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ તરફ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે,યુનિવર્સિટી સંલગ્ન અનુસ્નાતક ભવનો અને કોલેજોમાં પણ બે દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે જે માટે રજીસ્ટ્રાર જી.એમ.બુટાણીએ પરિપત્ર જાહેર કર્યો છે.

વરસાદના કારણે M.com પ્રવેશ માટેની તારીખ લંબાવાઈ
કચ્છ યુનિવર્સિટી હસ્તકના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટમાં ચાલતા એમ.કોમ.(GIA/SF) માટે એસ.ટી., ઓ.બી.સી. અને એમ.બી.એ.(ઈન્ટીગ્રેટેડ SF) માટે એસ.ટી., એસ.સી., ઓ.બી.સી. અભ્યાસક્રમમાં ખાલી રહેતી અનામત બેઠકો માટે દ્વિતિય પ્રયત્ન માટે અરજી ઓન લાઈન મંગાવવામાં આવે છે. ઈચ્છુક ઉમેદવારોએ યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઈન અરજી નિયત આધારો સાથે ક૨વાની રહેશે.

તા.16 જુલાઈના બપોરે 4 કલાક સુધીમાં અરજીપત્રક તથા તમામ નિયતઆધારો ડિપાર્ટમેન્ટના કાર્યાલયમા જમા કરાવવાના રહેશે. દ્વિતિય મેરીટ 14મીના બહાર પાડવામાં આવશે.અગાઉ પ્રથમ મેરિટની પ્રવેશ પ્રક્રિયાની છેલ્લી 12 તારીખ અપાઈ હતી પણ વરસાદના કારણે 2 દિવસ લંબાવી તા.14 કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...