• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Public Health Workers Held A Sit in At Hillgarden In Bhuj And Continued Their Strike Demanding Removal Of Salary Discrepancy.

હડતાળ યથાવત:ભુજના હિલગાર્ડન ખાતે જાહેર આરોગ્ય કર્મચારીઓએ બેઠક યોજી પગાર વિસંગતતા દૂર કરવાની માંગ સાથે હડતાળ ચાલુ રાખી

કચ્છ (ભુજ )23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરવા સહિતના મુદ્દે ઠરાવ પસાર કરવા તંત્ર સમક્ષ માગ મુકાઈ

ગુજરાત જાહેર આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર છેલ્લા 25 દિવસથી ચાલી રહેલી હડતાળમાં કચ્છ જિલ્લાના કર્મચારીઓ પણ અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાયા છે. અને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મંજુર થવા રજૂઆતો કરી રહ્યા છે. આ માટે આજે ભુજના હિલ ગાર્ડન ખાતે જિલ્લાના 581 કર્મીઓની બેઠક યોજાઇ હતી. જેમાં સર્વ સમતી દ્વારા જ્યાં સુધી પોતાની મંગ ના સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવા નક્કી કરાયું હતું

સર્વ સમતી દ્વારા હડતાળ ચાલુ રાખવા નક્કી કરવામાં આવ્યું
આ વિશે કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળના મુખ્ય કન્વીનર દેવ વાઘેલાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અમને ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરવામાં આવે તથા કોરોના કાળ દરમ્યાન કરેલી કામગીરી બદલ કોરોના વોરીયર્સ મુજબ પગાર ભથ્થું મળે અને વર્ષો જૂની જે માંગ છે તે અંગે નિર્ણય લઈ ઠરાવ પસાર કરવામાં આવે. આ માટે અનેક લેખિત મૌખિક રજૂઆતો અને હડતાળ કરવા છતાં પ્રશ્નનો ઉકેલ સરકાર લાવી શકી નથી. છેલ્લા 25 દિવસથી જાહેત આરોગ્ય વિભાગના કર્મચારીઓ કામકાજથી અળગા છે. અને જ્યાં સુધી સરકાર માગ નહિ સ્વીકારે ત્યાં સુધી હડતાળ પર કાયમ રહેવા આજે સર્વ સમતી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...