ગંભીર બેદરકારી:ભચાઉના કસ્ટમ ચાર રસ્તા પર ખાનગી દવાખાનાઓ દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતા લોકોના આરોગ્ય પર જોખમ સર્જાયું

કચ્છ (ભુજ )19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નગરજનોમાં કચવાટની લાગણી સાથે રોષ ફેલાયો જાહેરમાં પડેલા મેડિકલ વેસ્ટના વિડીયો સોસીયલ મીડિયા પર વાઇરલ થયા

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના તાલુકા મથક ભચાઉમા જાહેર આરોગ્યને જોખમ ઉભું કરતી ઘટના પ્રકાશમાં આવી છે. નગરના કસ્ટમ ચાર રસ્તા પાસે આવેલા ખાનગી દવાખાના દ્વારા મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરવામાં આવી રહ્યાનું સામે આવ્યું છે. જેના કારણે નગરજનોમાં કચવાટની સાથે રોષની લાગણી ફેલાઇ છે. દિવસ રાત લોકોની અવરજવર ધરાવતા ચાર રસ્તા પર સ્થાનિક સાથે બહારના લોકોની સતત આવાગમન રહે છે. ત્યારે આ પ્રકારની બેદરકારીથી લોકોના આરોગ્યને જોખમ ઉભું થઈ રહ્યાની લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે.

પ્રવાસીઓ કચ્છ તરફ આગળ વધતા પહેલા આ સ્થળે રોકાણ કરતા હોય છે
ભચાઉના કસ્ટમ ચાર રસ્તા પર સતત વાહનોની અવર જવર હોવાથી દિવસ રાત લોકોની ચહલ પહલ જોવા મળતી હોય છે. અહીં ખાણીપીણીની અનેક દુકાનો અને લારી ગલ્લા હોવાથી ખાનગી વાહન મારફતે આવતા મોટા ભાગના પ્રવસીઓ કચ્છ તરફ આગળ વધતા પહેલા આ સ્થળે હોલ્ટ કરતા હોય છે. ત્યારે દવાખાનાઓ દ્વારા બાજુમાંજ આ રીતે દર્દીઓ માટે ઉપયોગમાં લેવાયેલી મેડિકલ સામગ્રી નિકાલ કરવાના બદલે ખુલ્લામાં ફેંકી દેવામાં આવતા લોકોના આરોગ્ય સામે ગંભીર પ્રશ્ન હોવાનું લોકોએ જણાવ્યું હતું. જાહેરમાં ઉડતા મેડિકલ વેસ્ટના વીડિયો પણ સોસીયલ મીડિયા પર વાઇરલ થયા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ દરમ્યાન મેડિકલ ક્ષેત્રે થયેલી પ્રગતિ બાદ નગરમાં તબીબ વગરની મેડિકલ સ્ટોર બનાવવાનું ચલણ પણ વધી ગયાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...