ઉત્તરપ્રદેશના વારાણસી શહેરથી આજથી 10 વર્ષ પહેલા સુનિલ ચૌબે નામનો વ્યક્તિ ગુમસુદા બન્યો હતો. જે દેશના અલગ અલગ શહેરોમાં રખડતો ભટકતો રહ્યો હતો. તેની શોધખોળ માટે પરિજનો દેશના અલગ અલગ ભાગમાં દોડધામ કરી હતીપરંતુ તે પરિવારને મળી શક્યો નહોતો. જેને લઈ પરિવાર પણ નિરાશ બન્યો હતો. આખરે 10 વર્ષ બાદ તે ભુજ ખાતે સેવાકાર્યો કરતી સંસ્થાના સહયોગથી પરત મળતા પરિવારમાં ખુશીનો પાર રહ્યો ના હતો.
યુપી પોલીસની મદદ વડે યુવકના પરિવાર સાથે સંપર્ક કર્યો હતો
મૂળ યુ.પીના વારાણસીથી 10 વર્ષ પૂર્વે માનસિક હાલત ખરાબ થતા સુનિલ ચૌબે ઘરેથી કહ્યા વગર નીકળી ગયો હતો, અને દેશના વિવિધ સ્થળે ભટકતો રહ્યો હતો. થોડા માસ પહેલા તે જિલ્લા કાનૂની સેવા મંડળ ભુજના લીગલ વોલન્ટિયર પ્રબોધ મુનવરને ભુજ રેલવે સ્ટેશન પાસેથી મળી આવ્યો હતો. જેને પાલારા સ્થિત માનવ જ્યોત સંસ્થા સંચાલિત શ્રી રામદેવ સેવાશ્રમ ખાતે રાખી ,માનસિક સારવાર કરાવ્યા બાદ સ્વસ્થ બન્યો હતો. બાદમાં તેના ઘરનો પત્તો જાણી સંસ્થાના રીતુબેન વર્માએ યુપી પોલીસની મદદ વડે તેના પરિવાર સાથે સંપર્ક કર્યો હતો અને ગુમસુદા સ્વજનની જાણ આપી હતી. જેના પગલે તેના પરિજનો ભુજ ખાતે પહોંચી આવતા સંસ્થાના સેવભાવીઓની હાજરીમાં પરિવાર સાથે તેનું મિલન કરાવવામાં આવ્યું હતું. 10 વર્ષ બાદ મળેલા સ્વજનથી પરિવજનોની આંખમાં હર્ષના આંસુ છલકાઈ આવતા ભાવવિભોર દ્રષ્યો જોવા મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.