દેશના લાખો હિંદુઓ કાશ્મીરના હિંદુઓની સુરક્ષાને લઈને ચિંતિત અને દુઃખી છે. માત્ર મે મહિનામાં જ કાશ્મીરમાં 15થી વધુ હિંદુઓની હત્યા કરવામાં આવી છે. ગઈકાલે પણ કાશ્મીરમાં રાજસ્થાનના બેંક મેનેજર વિજયકુમાર બેનીવાલની હત્યા થઈ હતી અને બિહાર પ્રાંતના એક હિન્દુ મજૂરની હત્યા. આતંકવાદીઓ દ્વારા હિંદુ નરસંહાર બંધ થાય અને સરકાર સુરક્ષા આપે તેવી હિન્દુ સંગઠને માંગ કરી હતી.
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના સભ્યોએ કલેકટરને આવેદન પત્ર આપી જણાવ્યું હતું કે, કાશ્મીરના તમામ હિંદુઓને સુરક્ષા મળવી જોઈએ અને તે ત્યારે જ શક્ય છે જ્યારે સેના અને પોલીસને એક હજાર આતંકવાદીઓને મારી નાખવાનો આદેશ આપવામાં આવે.
પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકાર ખાસ આ પ્રશ્નને ધ્યાને લઇને તાત્કાલિક કડક કાર્યવાહી કરે. ઈઝરાયલ તેની આસપાસ બાર દુશ્મન દેશ હોવા છતાં પણ તેમની નાગરિકોની સુરક્ષા કરી શકે છે તો ભારત કેમ ન કરી શકે ? વાસ્તવમાં ભારત સરકારે તાત્કાલિક અસરથી એક હજાર આતંકવાદીઓને મારીને એક હત્યાનો બદલો લેવો જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં જેહાદી આતંકવાદીઓને ટેકો આપનારા લોકોની સંપત્તિ જપ્ત કરી લેવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.