અમદાવાદમાં ગુજરાત રાજ્યના સાંસદો સાથે પશ્ચિમ રેલ્વે જનરલ મેનેજર અશોક કુમાર મિશ્ર સાથે બેઠક યોજાઈ હતી, જેમાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાઅે કચ્છના રેલવે સંબધી પ્રશ્નો, નવી ટ્રેનો માટે માંગણી, સૌરાષ્ટ્ર સાથે રેલ્વે કનેકટીવિટી, નવા સ્ટોપેજ સહિત મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે ભાર પૂર્વક રજુઆતો કરી હતી. સાંસદે જણાવ્યુ હતું કે, કચ્છના 6 તાલુકામાં રેલવે સુવિધાઓ નથી, જેમાં માંડવી, અબડાસા, લખપત, મુંન્દ્રા, નખત્રાણા, રાપર વિસ્તારમાં ટ્રેન સેવાઓ માટે સર્વે થયા છે, જેથી ત્વરાઅે ટ્રેન સેવાઓ ઉપલબ્ધ થાય માટે તેવી ભારપૂર્વક રજુઆત કરાઈ હતી. સાથોસાથ ભુજથી દિલ્હી સુપર ફાસ્ટ ટ્રેન, ભુજથી મુંબઇ પણ રાજધાની જેવી ટ્રેન, ગાંધીધામથી દક્ષિણ ભારતને જોડતી ટ્રેન સેવાઓ શરૂ કરવા, સોલ્ટ ટિંબર, સિમેન્ટ, ફર્ટીલાઈઝર, પેટ્રોલીયમ પ્રોડેકટ અને ખાણ ખનીજ રેલ્વે પરિવહન સેવાઓ વિસ્તૃત કરવા, ગ્વાલીયરથી અમદાવાદ ટ્રેનને ભુજ સુધી લંબાવવા, સાપ્તાહીક ટ્રેનોને દૈનિક ટ્રીપો વધારવા ખાસ તો કચ્છથી હરિદ્વાર અને અન્ય ધાર્મિક સ્થાનો ને જોડતી આસ્થા સર્કિટ ટ્રેનો શરૂ કરવા ભુજથી ગાંધીધામથી વડોદરા ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવા, કચ્છથી અન્ય પ્રાંતોમાં જતી ટ્રેનોને માળીયા સ્ટોપેજ આપવા ઉપરાંત ભચાઉ, અંજાર – લાકડીયા સ્ટેશનોથી પસાર ટ્રેનોને સ્ટોપેજ આપવાની વિસ્તૃત ચર્ચા પશ્ચિમ રેલ્વે જનરલ મેનેજર અને રેલ્વે ના અધિકારી વર્ગ સાથે ચર્ચા કરી હતી.
વારાણસી ટ્રેનને ભુજ સુધી લંબાવવા માંગણી ભાવનગરથી સુરેન્દ્રનગર આવતી ટ્રેનને ભુજ સુધી એક્સટેશન કરવા, પોરબંદર – રાજકોટ ટ્રેનને વાયા મોરબી – કચ્છ જોડવા દરભંગા ટ્રેન, વારાણસી ટ્રેન (અમદાવાદ)ને ભુજ – ગાંધીધામ સુધી લંબાવવા માટે અને વિકાશશીલ કચ્છના વિકાસમાં સહયોગ આપવા રજુઆતો સાંસદે કરી હતી.
ભુજ-નલિયા બ્રોડગેજના કામમાં ઝડપ લાવો 2018થી ભુજ – નલિયા બ્રોડગેજનું કામ બંધ હતું. જે હાલે ધીમી ગતિએ શરૂ થયેલ છે. તેને જલ્દીથી પુર્ણ કરવા સબબ ભાર પૂર્વક રજુઆત કરતાં પશ્ચિમ રેલ્વે જનરલ મેનેજર તરફથી રજુઆતોને ધ્યાનમાં લઈ નિરાકરણ માટે હકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.