તાલુકાના 100થી વધુ ગામડાઓ તેમજ વાંઢોને સાંકળતા અને 2.50 લાખ જેટલા લોકો માટે જીવાદોરી સમાન રાપરના એક માત્ર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પૂરતી આરોગ્ય વિષયક સુવિધા આપવા રાજ્યના આરોગ્યમંત્રી સમક્ષ ડો. આંબેડકર ગ્રુપ દ્વારા રજૂઆત કરાઇ હતી.
રજૂઆતમાં જણાવાયું હતું કે, પૂરતો સ્ટાફ કે કોઈ કાયમી ડૉક્ટર નથી તેમજ લેબોરેટરી, એક્સ રે, સોનોગ્રાફી જેવી સામાન્ય સુવિધાઓ પણ મળતી નથી. પીવાના પાણીની કોઈ સુવિધા નથી. રાત્રીના સમયે આવનાર દર્દીઓની કોઈ સાર સંભાળ લેતું નથી.
૮૦% લોકો માત્ર સરકારી હોસ્પિટલ ઉપર જ નિર્ભર છે ત્યારે સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેમજ જરૂરી મશીનરી, ઓપરેટરો , પૂરતો સ્ટાફ તેમજ કાયમી ધોરણે બે ડૉક્ટરો આપવામા આવે,ખાસ સગર્ભા મહિલાઓને પૂરતી સુવિધાઓ સાથે આરોગ્ય લક્ષી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામા આવે તેવી માગ ડૉ આંબેડકર ગ્રુપના સંસ્થાપક અશોક રાઠોડે કરી રહતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.