ગુજરાત વિધાનસભાની ચૂંટણી જંગ જીતવા માટે પક્ષ વિપક્ષ અને અપક્ષ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. તેમાં આજે જિલ્લાની 6 બેઠક પૈકી રાપર વિધાનસભા માટે કોંગી ઉમેદવાર ભચુંભાઈ આરેથીયા પક્ષના કાર્યકર્તાઓ સાથે પ્રચાર કરવા નીકળ્યા હતા. આ દરમ્યાન તાલુકાના રવ, નંદાસર અને ગઢડા સહિતના ગામોમાં તેમના સામે બેનર દર્શાવી તો ક્યાંક ઘેરાવ કરી લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. તેમાં નંદાસર ગામે ખુદ ઉમેદવારે ફરિયાદ કરતા ગ્રામજનને દિલાસો આપી સમજવતા નજરે ચડ્યા હતાં. વિરોધ પાછળનું એક કારણ ગત ટર્મના ધારાસભ્ય સંતોકબેન કે વર્તમાન ઉમેદવાર ભચુંભાઈએ કોરોના જેવા સમયમાં પણ મુલાકાત લીધી ના હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભામાં કચ્છની 6માંથી એક માત્ર રાપર સીટ કોંગ્રેસના ફાળે આવી હતી.
બીજી તરફ રાપર વિધાનસભા મેળવવામાં ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા કોંગ્રેસી આગેવાનો, અને હોદેદારોને ભાજપમાં ભેળવીને કોંગ્રેસના ગઢમાં ગાબડાંઓ પાડી રહ્યા છેં. તેમાં આજે કોંગ્રેસનો ગઢ ગણાતા નંદાસર ગામમજ પૂર્વ ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાના પતિ ભચુભાઈ આરેઠીયા સામે ગ્રામજનો દ્વારા ઘેરાવ કરી વિરોધ કરવામાં આવ્યો હતો અને હોદેદારો ધ્વરા ગામમાં આયોજીત ચૂંટણી સભા યોજાઈ શકી ના હતી. તો મોટી રવ અને નાની રવના પ્રવેશદ્વાર ઉપર કોંગી ઉમેદવારના ફોટો સાથે પ્રવેશ નિષેધના બોર્ડ લગાવવામાં આવ્યા હતાં. જેમા લખ્યું હતું કે ધારાસભ્ય ગુમ છેં અહીં કોંગ્રેસના ઉમેદવારને વોટ માંગવા આવવું નહીં. આ તમામ ઘટનાક્રમના વીડિયો સોસીયલ મીડિયા પર વાઇરલ થયા હતા.
દરમ્યાન કોંગી ઉમેદવાર ભચુભાઈ એ જણાવ્યું હતું કે નંદાસરમાં સભા યોજાઈ હતી અને ત્યારબાદ ભાજપ પ્રેરિત અમુક ઈસમોએ વિકાસના નામે ખોટા પ્રશ્નો કરી ધમકાવવાની કોશિશ કરી હતી. આ ભાજપની ડરાવવાની રણનીતિ છે પરંતુ રાપરની પ્રજા કોઇથી ડરી નથી અને ડરસે પણ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.