મતદાન કરવા અપીલ:1 ડિસેમ્બરે વધુમાં વધુ મતદાન અને પારદર્શિતા માટે તંત્રનો પ્રચાર

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેક્ટર સહિત અન્ય કર્મચારીઓએ ગામડા ખુંદી યોજી પાઠશાળા

ભાસ્કર ન્યૂઝ. વિધાનસભાની ચૂંટણીને લઇને તંત્ર દ્વારા મોટાભાગની તૈયારીઅો પૂર્ણ કરી દેવાઇ છે અને હવે તા.1-12 અેટલે કે, મતદાનના દિવસે જિલ્લાના વધુમાં વધુ લોકો મતદાન કરે અને પારદર્શિતા જળવાઇ રહે તે માટે કલેક્ટર ઉપરાંત અન્ય અધિકારીઅો, કર્મચારીઅો જિલ્લાના ગામડા ખુંદી પાઠશાળા યોજીને લોકોને માર્ગદર્શન અાપી રહ્યા છે. કલેક્ટર દિલીપ રાણાઅે બુધવારે પાવરપટ્ટી વિસ્તારના નિરોણા, બિબ્બર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા મતદાન મથકની જાત મુલાકાત લઈ જરૂરી માહિતી મેળવી હતી. નિરોણામાં પરંપરાગત વિવિધ હસ્તકલા કારીગરી સાથે સંકળાયેલા કારીગરોની પણ મુલાકાત કરી હતી. કલેક્ટરે ભુજ તાલુકાના મદનપુર-સુખપર ગ્રામપંચાયતમાં ચુનાવ પાઠશાળા બેઠક યોજીને મતદારોને મતદાન અંગે સમજ અાપી હતી. પારદર્શક ચૂંટણી પ્રક્રિયા અંગે લોકોને વાકેફ કરીને વધુમાં વધુ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી. મામલતદાર સહિત અન્ય કર્મચારીઅો પણ જિલ્લાના ગામડા ખુંદીને પાઠશાળા યોજી વધુમાં વધુ મતદાતાઅોને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...