રોષ:નરેડી અને હિંગરિયામાં લાંબા સમયથી પીવાના પાણીની તંગી

મોથાળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક દિવસથી દુષિત જળ અપાતું હોવાથી લોકોમાં રોષ

અબડાસા તાલુકાના નરેડી અને હિંગરિયામાં લાંબા સયથી પાણીનું અપૂરતું અને અનિયમિત વિતરણ થતું હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. આટલું ઓછું હોય તેમ કેટલાક દિવસોથી દુષિત પેયજળ આપવામાં આવતું હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. આ બંને ગામને કોટડા રોહાથી પાણી આપવામાં આવે છે જે અપૂરતું આવતું હોવા અંગે પાણી પુરવઠા વિભાગનું વારંવાર ધ્યાન દોરાયું છે તેમ છતાં સમસ્યા ઠેરની ઠેર છે.

સરપંચ જુસબ રાયમા, સદસ્ય અનિરૂધ્ધસિંહ જાડેજા, મયૂરસિંહ જાડેજા, જેંતીભાઇ બુચિયા સહિતના અગ્રણીઓએ ફરી એકવાર તંત્રને પેયજળ પ્રશ્ન ઉકેલવા રજૂઆત કરી હતી. કાળઝાળ ગરમી વચ્ચે સર્જાયેલી પાણીની સમસ્યાને કારણે ગ્રામજનોની હાલત કફોડી બની છે. તાત્કાલિક યોગ્ય ઉકેલ લાવવામાં આવે તેવી નરેડી અને હિંગરિયાના ગ્રામજનો માગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...