નિર્ણય:મઉંમોટી-નાનીમાં હર્બલ ટોનિકના વેચાણ પર પ્રતિબંધ

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામસભામાં સર્વાનુમતે ઠરાવ પાસ કરાયો
  • વેચનાર દુકાનદાર સામે કાર્યવાહીનો પણ નિર્ણય

કચ્છમાં હાલ શહેરોથી લઇને નાના ગામોમાં હર્બલ ટોનિકના નામે નશાયુક્ત પ્રવાહીનું વેચાણ થઇ રહ્યું છે. જેના રવાડે યુવાનો ચડી વ્યસની બન્યા છે. તો અા ટોનિક સ્વાથ્યને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે. ત્યારે માંડવી તાલુકાની મઉંમોટી-નાની જૂથ ગ્રામ પંચાયતે ગામમાં અાવા હર્બલ ટોનિકના વેચાણ પર પ્રતિબંધ મુક્યો છે.

મંગળવારે ગ્રામસભા મળી હતી. જેમાં અધ્યક્ષ સ્થાનેથી સરપંચે ગામમાં વેચાતા હર્બલ ટોનિક જે સ્વાથ્ય માટે હાનિકારણ છે તેના વેચાણ પર પ્રતિબંધ લગાવવા કહ્યું હતું. ગ્રામજનો દ્વારા પણ અાવી રજૂઅાત કરવામાં અાવી હતી. જેન પગલે સર્વાનુમતે અાવા હર્બલ ટોનિકના વેચાણ પર પ્રતિબંધ લાદવા ઠરાવ પાસ કરાયો હતો. તથા જે દુકાનદાર અાવા ટોનિક વેચશે તેના પર પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં અાવશે તેવો ઠરાવ પાસ કરાયો હતો.

અા ઠરાવ પર કોઇઅે વાંધા કે સુચન અાપ્યા ન હતાં. અને સર્વાનુમતે અા નિર્ણય લેવાયો હતો. હર્બલ ટોનિકના નામે નશાયુક્ત પ્રવાહીનું વેચાણ કરાતાં યુવાધન તેના રવાડે ચડી રહ્યું છે, જેથી મઉં મોટી અને નાનીમાં તેના વેચાણ પર પ્રતિબંધ મુકાયો છે.

અન્ય સમાચારો પણ છે...