જાહેરનામા:ખાનગી જમીનમાંથી વાહનોને બાયપાસ માર્ગ પૂરો પાડવા પર રોક

ભુજ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ કલેક્ટર દ્વારા અેકસાથે બહાર પડાયા 16 જાહેરનામા

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે કચ્છના કલેક્ટર દ્વારા અેકસાથે 16 જાહેરનામા બહાર પાડવામાં અાવ્યા છે. તા.21-1-23 સુધી ટોલ પ્લાઝા જેવા કે, મોખા, સામખિયાળી, સુરજબારી, માખેલ, રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા પર ટોલ ચુકવીને જ વાહન ચાલકે ટોલનાકું પસાર કરવાનું રહેશે, અા માટે ખાનગી માલિકીની જમીનમાંથી વાહન ચાલકોને બાયપાસ રસ્તો પૂરો પાડવા પર, પ્રતિબંધ, કચ્‍છના ટ્રાન્‍સપોર્ટ ઓપરેટરોને રાજય/જિલ્‍લા બહારના ડ્રાઇવરો-કલીનરોની નોંધણી કરાવ્‍યા સિવાય કામે ન રાખવા, જિલ્‍લાની તમામ પાલિકાની હદમાં અધિકૃત વિસ્‍તાર સિવાયના વિસ્‍તારમાં ઘાસચારો ન વેચવા, જિલ્‍લાના કેબલ ઓપરેટરોને પીજીવીસીએલ તથા બીએસએનએલ નેટવર્ક થાંભલાનો ઉપયોગ ન કરવા, સૈન્‍યના વસ્‍ત્રો કે, અન્‍ય ચીજવસ્‍તુઓનું બિનઅધિકૃત રીતે વેચાણ અને ઉપયોગ ન કરવા, બેંકો, પેટ્રોલપંપ, વાઇટલ ઈન્‍સ્‍ટોલેશનો, ટોલનાકા, સિનેમાઘરો, હોટલો, શોપીંગ સેન્‍ટરો અને જવેલર્સ સહિતની જગ્‍યાએ સીસીટીવી કેમેરા લગાડવા, બોર કુવા/ટયુબ વેલનું બાંધકામ શરૂ કરતાં પહેલા જગ્‍યાના માલિકે સ્‍થાનિક સત્તામંડળ તથા પોલીસને 15 દિવસ પહેલાં જાણ કરવા, હોટેલ માલિકોને તકદારીનાં પગલાંનો અમલ કરવા, સીમકાર્ડના ખરીદ વેચાણ ઉપર કાનૂની નિયંત્રણ રાખવા, જુના-નવા સાયકલ-સ્‍કુટર-મોપેડ-બાઇકની લે-વેચ કરતા વેપારીઓને દસ્‍તાવેજી પૂરાવા રાખવા, મોબાઇલ લે-વેચ કરનારા વેપારીઅોને ગ્રાહકની સંપૂર્ણ ઓળખ રાખવા, ભાડુઆતની માહિતી પોલીસ સ્‍ટેશનને પહોંચાડવા જિલ્લા સમાહર્તા દિલીપકુમાર રાણા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...