પ્રવાસીઓ પણ મુંઝવણ:શેખપીર પાસે STની તપાસના પગલે ખાનગી બસો કાચા માર્ગ પર દોડી !

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુકમાથી ચકારવાળા રોડ થઇ સીધા ભુજોડી તરફ ગાડીઓ હંકારાઇ
  • જોખમી માર્ગ પર બસો દોડાવાતા પ્રવાસીઓ પણ મુંઝવણમાં મુકાયા

કચ્છમાં આરટીઓ અને પોલીસની મહેરબાનીથી લોકલ રૂટો પર દોડતી ખાનગી બસો માર્ગ પરિવહનના લગભગ કોઇ નિયમો પાળતી નથી. આ બસોમાં આડેધડ પ્રવાસીઓને ભરવામાં આવે છે. તેવામાં બુધવારે શેખપીર પાસે એસટી વિભાગની તપાસના પગલે ભુજ-ગાંધીધામ વચ્ચે દોડતી આ બસોને કુકમાથી ભુજોડી વચ્ચે પાછલા રસ્તે ગાડીઓ દોડાવાની ફરજ પડી હતી !

આ અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં એસટીની લોકલ બસોની અપુરતી સેવાના લીધે લોકોને ખાનગી બસોમાં જવા મજબૂર થવુ પડે છે. ખાસ કરીને ભુજ-ગાંધીધામ વચ્ચે એસટીની લોકલ બસોની ખૂબ જ ઓછી છે. તો ખાનગી બસો દર 10થી 15 મિનિટે લોકોને મળી જાય છે. આ રૂટ પર દોડતી ખાનગી બસોમાં ઘેટાં-બકરાંની જેમ પ્રવાસીઓને ભરવામાં આવે છે.

બસોમાં કોઇ સુરક્ષાના સાધનો હોતા નથી. આ બસો આરટીઓના પણ મોટાભાગના નિયમો પાછતી નથી. પરંતું આરટીઓ કે ટ્રાફીક પોલીસ ભેદી સંજોગોમાં આ બસોને નિયમ પાળવા માટે કોઇ દબાવ બનાવતી નથી. વર્ષોથી આ ખાનગી બસો નિયમોની પરવા કર્યા વગર દોડે છે. પરંતુ બુવધારે સવારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની (જીએસઆરટીસી) દ્વારા શેખપીર પાસે તપાસ રાખવામાં આવી હતી.

જેનાથી બચવા પગલે આ ખાનગી બસોએ કુકમાંથી ચકાર-કોટડા રોડ થઇ પાછલા રસ્તે ભુજોડી તરફ વાહનો હંકાર્યા હતાં. આ જોખમી રસ્તે શેખપીર પાસેના ચેક પોઇન્ટ બારોબાર ટપાવી દીધો હતો. ખાનગી બસોએ જે કાચા માર્ગ પર બસો હંકારી હતી જે હાલ ખુબજ જોખમી છે. અહીં ભારે કીચડ અને ખાડા છે. અહીં વાહનો ફસાઇ જવાની પણ શક્યતા હતી. બસોના પ્રવાસીઓ પણ આ કાચા માર્ગ પર બસો હંકારાતા મુંજવણમાં મુકાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...