ભચાઉ તાલુકાના સુરજબારી મધ્યે સરકરી, પડતર અને ઘુડખર અભ્યારણ તથા મત્સ્ય વિભાગમાં નમક કારખાનેદારો દ્વારા ઉપયોગ કરી મોટા પ્રમાણમાં દબાણ કરેલા છે. તે જમીનની લિઝ પૂરી થઈ ગઈ હોવા છતા તે ગેરકાયદેસર રીતે મીઠાનું ઉત્પાદન કરે છે અને બિના લીઝ વગરની જમીનમાં સરકારી પડતર અને ઘુડખર અભ્યારણ તથા મઠ્ય ઉધયોગોની જમીનમાં ગેર કાયદેસર રીતે ઉત્પાદન ચાલુ છે. આ બાબતે તાલુકા કક્ષાએ સુરજબારી ગ્રામ પંચાયત દ્વારા લેખીત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવ્યા બાદ હવે જિલ્લા સમહર્તાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સ્થાનિક પંચાયતની માંગ છે તાકીદે મીઠાના કારખાના દૂર કરવામાં આવે.
પંચાયતના આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જે જગ્યા પર આ લોકો મીઠાનું ઉત્પાદન કરે છે, તે જગ્યા પર ભુતકાળમાં સુરજબારી અને ચેરેવાળી ગામના લોકો મછીમારી કરીને પોતાના પરિવારનુ ગુજારણ ચલાવતા હતા. આ ભુમાફીયા અને મીઠાના કારખાના માલિકોએ તે જગ્યા પર મોટા માટીના પારા બાંધી દિધા છે. જેના કારણે સમુદ્રના પાણીની આવક બંધ થઇ ગઇ છે. જેના કારણે મછીમારોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા તે રોજગારી બંધ થઇ ગઇ છે. તેથી આ મીઠાના કારખાના માલિકો સામે તાતકાલિત કાર્યવાહી કરવા અને દબાણ કારો વિરુદ્ધ પગલા ભરવાની માંગ કરવામાં આવી હોવાનું સુરજબારી સરપંચ સલીમ ઝેડાની યાદીમાં જણાવાયું છે.
આ દબાણકરો વિરુદ્ધ આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તેમજ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. અહીં જે કારખાનેદારો દ્વારા દબાણ કરવામાં આવ્યા છે તેમાં શ્રી રામ ગ્રુપ એન્ડ કંપની, દેવજી ભીમજી એન્ડ કંપની, નીલકંઠ એન્ડ કંપની, R.S.PL. ઘડી સોલ્ટ, મુરલી સોલ્ટ, સર્નશાઇન સોલ્ટ, સુપ્રીમ સોલ્ટ વગેરેનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.