કચ્છમાં પણ હાલ દશામાંના વ્રતની ઉજવણી કરવામાં આવી રહી છે. આ માટે શ્રદ્ધાળુઓ દ્વારા દશામાંની મૂર્તિઓનું ઠેર-ઠેર સ્થાપન કરવામાં આવ્યું છે. વ્રતના સમાપન દિવસે ભૂજ વિસ્તારના ભાવિકો દ્વારા દર વર્ષે શહેરના હમીરસર તળાવ ખાતે પીઓપી નિર્મિત મૂર્તિઓ પધરાવવામાં આવતી હોય છે. ત્યારે હાલ તળાવ વરસાદના નવા નિરથી ભરાયેલું છે ત્યારે લોકોની સલામતી અને તળાવમાં જીવતા જળચર જીવોના બચાવ માટે આ મૂર્તિઓને તળાવ કાંઠે સુધરાઈ દ્વારા ટ્રેક્ટરની વ્યવસ્થા રખાઈ છે તેમાં પધારવવા ભુજ સુધરાઈ પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે નમ્ર અપીલ કરી છે.
મૂર્તિઓ બાદમાં માંડવી દરિયા કિનારે પધરાવી દેવામાં આવશે
પીઓપી નિર્મિત મૂર્તિઓ હમીરસર તળાવમાં ના પધારવવાની અપિલ કરી છે. નગરપાલિકાના પ્રમુખ ઠક્કરે જણાવ્યું હતું કે, હાલ હમીરસર તળાવ ભરાયેલું છે ત્યારે લોકોની ભીડ જમા થવાથી અકસ્માતનો ભય રહે છે તેમજ લોકો મૂર્તિની સાથે પૂજાપાનો સમાન પણ તળાવના પાણીમાં પધરાવી દેતા હોય છે. જેના કારણે ગંદકી ફેલાય છે અને જળચર જીવોને પણ નુકશાન પહોંચતું હોય છે. તેને લઈ સુધારાઈ દ્વારા ટ્રેક્ટરની વ્યવસ્થા રખાઈ છે. આસ્થાળુઓ સાથે લાવેલી દશામાંની મૂર્તિ અને પૂજાનો સમાન તેમાં પધરાવી શકે છે. આ મૂર્તિઓને બાદમાં માંડવી દરિયા કિનારે પધરાવી દેવામાં આવશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.