કચ્છના પાટનગર ભુજ ખાતે રાજ્ય સરકારની રી-લોકેશન સાઇટ ડેવલપમેન્ટ ગ્રાન્ટ અંતર્ગત ત્રણેય સાઇટ ખાતે માર્ગ નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. તેમાં રાવલવાડી રી-લોકેશન સાઇટ ખાતે ચાલતા માર્ગ નિર્માણ સામે સ્થાનિક અગ્રણી દ્વારા વિરોધ દર્શાવી ગેરરીતિ થતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. અગ્રણીનું કહેવું છે કે માર્ગ માટે વપરાતા ડામરમાં ઓઈલનો ઉપોયોગ કરવામાં આવી રહ્યો છે. કોઈ જવાબદાર વ્યક્તિ સ્થળ પર હાજર રહેતા નથી. એટલુંજ નહિ જે રજીસ્ટર સ્થળ પાસે મેનેટેન્ટ થવું જોઈએ તે થઈ રહ્યું નથી. જોકે આક્ષેપોનું ખંડન કરતા સુધારાઈ પ્રમુખે પૂરતી ચકાસણી કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.
વર્ષ 2001ના ભૂંકપ બાદ રાજ્ય સરકાર દ્વારા ભુજમાં વિકસાવવામાં આવેલી ત્રણ રી-લોકેશન સાઇટમાં 2004ના વર્ષ બાદ નવા રોડ-રસ્તા બનાવાયા નથી. જ્યાં 20 વર્ષ બાદ માર્ગોનું નવીનીકરણ કાર્ય પાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ભૂજની ત્રણ સાઇટ પૈકી રાવલવાડી રી-લોકેશન ખાતે વર્ષો બાદ શરૂ થયેલુ માર્ગ નવીનીકરણનું કાર્ય અયોગ્ય રીતે થઈ રહ્યાનો આરોપ સ્થાનિક અગ્રણી દિગ્વિજયસિંહ જાડેજાએ લગાવ્યો છે.
અગ્રણીનો આરોપ છે કે માર્ગ નિર્માણમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે. ડામર સાથે ઓઈલનો ઉપયોગ થઈ રહ્યો છે. નબળા કાર્યથી માર્ગ વરસાદમાં ધોવાઈ જશે. અહીં આવતી માલ સામગ્રીની નોંધ સ્થળ પર રાખવાની હોય છે તે રાખવામાં આવી રહી નથી. આ મામલે ચીફ ઓફિસરને રૂબરૂ પણ રજુઆત કરી છે, છતાં જવાબદાર સામે કોઈ કાર્યવાહી થઈ નથી. અલબત્ત સુધરાઈ અધ્યક્ષ ઘનશ્યામ ઠક્કરે આક્ષેપોને પાયા વિહોણા ગણાવી, પોતે અને નગરસેવકો જાતે સ્થળ નિરીક્ષિણ કરી વોચ રાખી રહ્યા છે. જે કામો 20 વર્ષ દરમિયાન ના થઇ શક્ય તે આ વખતે થઈ રહ્યા છે. જો ગેરરીતિ થતી હોય તો લોકો વારંવાર અમને ના ચૂંટે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.