ઉજવણી:દેશની સરહદો પર આવતા કોઈપણ સંઘર્ષનો પડકાર માટે જવાનો સજ્જ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં 46 વાયુરક્ષા રેજીમેન્ટની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થતા ઉજવણી

ભારતીય સૈન્યની 46 વાયુ રક્ષા રેજિમેન્ટની સ્થાપના 1 સપ્ટેમ્બર 1948ના ઝાંસીમાં આર્ટિલરી રેજિમેન્ટના ભાગરૂપે કરાઈ હતી. રેજિમેન્ટે 1 સપ્ટેમ્બર 2022ના તેની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ કર્યા.આ સિદ્ધિની રેજિમેન્ટે ભુજ લશ્કરી સ્ટેશન ખાતે પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરી. સમારોહમા સૈન્ય વાયુ રક્ષાના મેજર જનરલ વિકાસ શર્મા, મેજર જનરલ સૈન્ય વાયુ રક્ષા કોર,મુખ્યાલય દક્ષિણ કમાન તમામ રેન્ક અને દિગ્ગજો માટે વિશેષ સંબોધન સહિતના અનેક સમારોહ શામેલ હતા.

સંબોધન દરમિયાન વરિષ્ઠ લશ્કરી અધિકારીઓએ સૈનિકોને રાષ્ટ્રીય સુરક્ષા અને રાષ્ટ્ર નિર્માણમાં અસાધારણ યોગદાનની ખાતરી કરવા માટેના પાછલા વર્ષોમાં તેમના અથાગ પ્રયત્નો બદલ અભિનંદન આપ્યા હતા.મેજર જનરલ દ્વારા ડિરેક્ટર જનરલ ટ્રોફી અને બેનર અપાયા હતા.સમારોહના ભાગ રૂપે ફર્સ્ટ ડે કવર અને પોસ્ટેજ સ્ટેમ્પ પણ બહાર પડાયો હતો.સમારોહમાં, રેજિમેન્ટ્સના નિવૃત્ત સૈનિકો અને બહાદુર મહિલાઓને રાષ્ટ્રની સેવામાં તેમના દ્વારા કરવામાં આવેલી સેવા અને સર્વોચ્ચ બલિદાનના ઉદ્દેશથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...