કચ્છ સૌથી મોટો મેળો:કચ્છના મીની તરણેતર સમાં યક્ષ બૌતેરના ચાર દિવસીય મેળાની તૈયારીઓ પરિપૂર્ણ, આવતીકાલથી ભવ્ય મેળો યોજાશે

કચ્છ (ભુજ )21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ હંગામી બજાર માટે ઉભા કરાયેલા 700થી વધુ સ્ટોલ બુક થયા
  • 4 દિવસના મેળા દરમ્યાન 8 થી 10 લાખ લોકો આવવાની સંભાવના
  • લોકોને મનોરંજન પૂરું પાડવા વિશાળ કદના ચકડોળ, મોતના કુવા સહિતના સાધનો ગોઠવાયા

પશ્ચિમ કચ્છના નખત્રાણા તાલુકાના દેવપર પાસે આવેલા પવિત્ર યાત્રાધામ યક્ષ બૌતેરનો ભાતીગળ મેળો બે વર્ષ બાદ ખરા રૂપમાં યોજાશે, મીની તરણેતર સમાં રાજાશાહી વખતથી યોજાતા મેળાની તમામ તૈયારીઓ પરિપૂર્ણ થઈ ચૂકી છે. જ્યાં આવતીકાલથી તા. 14 સુધી ચાર દિવસ ભવ્ય મેળો આકાર પામશે. મેળામાં સમગ્ર કચ્છ અને બહારથી આવતા લાખો ભાવિકો અને સહેલાણીઓથી વિવિધ લોક સંસ્કૃતિ જોવા મળશે. 17 એકરમાં આયોજિત મેળામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અને હોમગાર્ડના 250 કર્મચારીઓ ખડેપગે ફરજ નિભાવશે. તેમજ પાણીના પાઉચ પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરાયો હોવાથી આયોજકો દ્વારા ખાસ શુદ્ધ પાણીના સ્ટેન્ડ પણ ઉભા કરવામાં આવ્યા છે. આ મેળાની મુખ્ય ખાસિયત એ છે કે અહીં સોયથી લઈ ટ્રેકટર સુધીની વસ્તુઓ વેંચાણ માટે જોવા મળતી હોય છે. ત્યારે કચ્છમાં પડેલા સારા વરસાદ બાદ આ વર્ષનો મેળો ઐતિહાસિક બની રહેશે એવી સાંભવના આયોજકો તરફથી જાણવા મળી હતી.

સોંયથી લઈ ટ્રેકટર સહિતની વસ્તુઓ મેળામાં વેંચાય છે
નખત્રાણાના યક્ષ બૌતેર ખાતે યોજાતો મીની તરણેતર સમાં મેળો રાજાશાહી વખતથી યોજાતો આવ્યો છે. જેનું પહેલા સ્થાનિક ભોવા પરિવાર દ્વારા આયોજન કરવામાં આવતું હવે યક્ષ મંદિર ટ્રસ્ટ, ભોવા પરિવાર, ગ્રામ પંચાયત અને મેળા સમિતિના સયુંકત ઉપક્રમે મેળાની આયોજન વ્યવસ્થા સાંભળવામાં આવે છે. જ્યાં આવતીકાલ સવારે નિજ મંદિરમાં ધાર્મિક વિધિ કરાયા બાદ મેળો ખુલ્લો મુકવામાં આવશે. હાલ મેળા સ્થળે ખાણીપીણી, રમકડાં અને કટલેરી સહિતના ઉભા કરાયેલા 700 જેટલા હંગામી સ્ટોલ વેપારીઓ દ્વારા બુક કરાવી લેવાયા છે. જ્યારે લોકોના મનોરંજન માટે ચકડોળ અને અવનવી રાઈડ્સના 50 જેટલા સાધનો ગોઠવાઈ ગયા છે.

મેળામાં વિવિધ સ્થળે શુદ્ધ પાણીના સ્ટેન્ડ ઉપલબ્ધ રહેશે
આ વિશે છેલ્લા વિસ વર્ષથી મેળા સમિતિના અધ્યક્ષ પદે રહેલા ધીરજ રામજી પટેલે જણાવ્યું હતું કે અસ્થાના કેન્દ્ર યક્ષ મંદિર સન્મુખ મેળાને સુપરે પાર પાડવા સલામતી અને સુવિધા માટેના તમામ આયોજન ઘડી લેવામાં આવ્યા છે. ખાસ તો પ્લાસ્ટિક પાઉચના ઉપીયોગની સખ્ત મનાઈ કરાઈ હોવાથી લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે મેળામાં અલગ અલગ સ્થળે શુદ્ધ પાણીના સ્ટેન્ડ લગાડવામાં આવ્યા છે. મેળામાં 8 થી 10 લાખ લોકો આવવાની સંભાવના છે. મેળામાં પંચાયતના સરપંચ કમળાબેન પટેલ, પૂજારી નવીન રતન , તલાટી ગોસ્વામી અને ભોવા પરિવાર સાથે સ્વયં સેવકો દ્વારા આયોજન વ્યવસ્થા સાંભળવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...