લંડનના મહારાણી એલિઝાબેથને ગાદી સંભાળ્યે 70 વર્ષ થતાં બ્રિટન શાહી ખાનદાન પ્લેટિનમ જ્યુબીલી વર્ષ મનાવી રહ્યું છે. આ નિમિત્તે ચાર દિવસના રંગારંગ કાર્યક્રમો યોજાશે જેમાં મૂળ નારાણપરના ગાયિકા ગુજરાતી ગરબાના સૂરો છેડશે.
લંડન પેલેસમાં વિન્ડસર કેસલ ખાતે મૂળ ભુજ તાલુકાના નારાણપરના ગાયિકા પ્રીતિ વરસાણી ગુજરાતી ગીત “ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિચ લેવી છે” એલિઝાબેથ સમક્ષ રજૂ કરશે. ચાર દિવસ ચાલનારા કાર્યક્રમમાં દુનિયાભરના ખ્યાતનામ એક હજાર કલાકારો કલાના કામણ પાથશે. બોલીવુડ પ્લેબેક સિંગર જાઝ ધામીનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
મૂળ કચ્છના આ ગાયિકા, મ્યુઝીક પ્રોડ્યુસર પર્લ પટેલ અને કથક નૃત્યકાર મીરાં સલાટે વર્ષ 2016માં “ રંગીલું ગુજરાતના શિર્ષક તળે ગુજરાતમાંથી 60 થી 65 ઉમદા કલાકારોને લંડન બોલાવીને સંસ્કૃતિ અને કલા ના દર્શન કરાવ્યા હતા. , ત્યારબાદ ‘સૂર સંગમ’ સાથે રહીને અનેક સ્ટેજ પોગ્રમો અને વીડિયો આલ્બમ બનાવીને લંડનના ગુજરાતી સમાજના યુવા કલાકારોને પ્રોત્સાહિત કરી રહ્યા છે.
ચાર દિવસ ચાલનાર આ કાર્યક્રમનું હોસ્ટ હોલિવુડના સુપર સ્ટાર ટોમ ક્રુઝ, હેલેન મિરેન કરશે. દેશ અને વિદેશોના અનેક નામી કલાકારો પોતાના દેશની સાંસ્કૃતિક કલાના દર્શન કરાવશે. અંતિમ દિવસે રવિવારે મહારાણી એલિઝાબેથ ઉપસ્થિત રહેશે. અનેક ચેનલો કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.