ભુજ નજીકના માધાપર જુનાવાસ ખાતે સ્વામિનારાયણ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શ્રીમદ્ ભાગવત કથાના સમાપને ભવ્ય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામના એમ એસ વી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આયોજિત રાસોત્સવમાં ભાઈઓ અને બહેનોએ અલગ-અલગ વિભાગમાં રાસ રમી ભક્તિ કાર્યક્રમમાં સામેલ થયા હતા. ગત રાત્રિના 8થી 11 વાગ્યા સુધી ભગવાન સ્વામિનારાયણના કીર્તનના તાલે ખેલૈયા ઝૂમી ઉઠ્યાં હતા. આ પ્રસંગે ભુજ અને માંડવી મંદિરના સંતો ઉપસ્થિત રહ્યા હતા. રાસોત્સવના યજમાન પદે ગોવિંદ મુરજીભાઇ પિંડોરિયા પરિવાર રહ્યાં હતા.
બહોળી સંખ્યામાં રાસોત્સવ નિહાળવા હરિભક્તો પધાર્યા
રાસોત્સવમાં બહેનો અને ભાઈઓ અલગ-અલગ વિભાગમાં રાસ રમી, પોતાના પ્રાદેશિક પરિધાનમાં રાસોત્સવની શોભા વધારી હતી. આ વેળાએ બહોળી સંખ્યામાં રાસોત્સવ નિહાળવા હરિભક્તો પધાર્યા હતા. સદગુરુ મંડલેશ્વર પુરાણી સ્વામી બાલકૃષ્ણ દાસજી, પુરાણી સ્વામી હરિબળદાસજી માંડવી પ્રસાદી મંદિર, વિદ્યાર્થીઓ, સંતો, સંગીતકાર, ગાયકશાસ્ત્રી, ભજન પ્રકાશદાસજી, જનમંગલ દાસજી સ્વામી, સ્વામી અક્ષર પ્રકાશદાસજી, શાસ્ત્રી વિજ્ઞાન સ્વરૂપદાસજી, સ્વરૂપદાસજી, મુનિદાસજી, ડૉ. સ્વામી અક્ષરમુની દાસજી સ્વામી, નોતનમુનિદાસજી, મુકુંદજીવનદાસજી, ડૉ. શાસ્ત્રી સ્વામી લક્ષમણપ્રકાશદાસજી, તીર્થ મુનિદાસજી, ડૉ. શુકમુનિદાસજી સ્વામી, ભક્તિપ્રકાશ દાસજી, પ્રેમસ્વરૂપ દાસજી, રામાનુજાદાસજી, ઈશ્વર પ્રિયદાસજી, આંનદ સ્વરૂપ દાસજી, ધનશયામનંદન દાસજી સ્વામી, ધર્મવિહારી દાસજી સ્વામી વગેરે સંતો જોડાયા હતા. નરનારાયણદેવ યુવક મંડળના યુવાનો, માધાપર અને ભુજના યુવાનોએ ઉત્સવની ટોપી પહેરી ઉત્સાહભેર જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.