વિરાસતની જાળવણી:જુની હવેલીઓ,કિલ્લા અને સ્મારકોના ડોક્યુમેન્ટેશન માટે પ્રાગમહેલ કેન્દ્ર બનશે; આજથી ડોક્યુમેન્ટરીનું પ્રદર્શન

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘આપણા સ્મારકોની સંભાળ આપણે રાખીશુ’ની મુહિમ છેડાશે
  • છાત્રોને પ્રદર્શનમાં મળશે જ્ઞાનવર્ધક માહિતી

થોડા સમય પહેલા એમ.એમ.કે.બી. ટ્રસ્ટ, પ્રાગમહેલ, દરબારગઢ અને સેપ્ટ (CEPT) અમદાવાદ વચ્ચે કચ્છના પ્રાચીન સ્મારકોનું ડોક્યુમેન્ટેશન કરવાના પ્રોજેકટની શરૂઆત થઈ હતી.જેનો પ્રારંભ દરબારગઢના તોરણીયા નાકાના ડીટેલ સર્વે સાથે થયો હતો. જે અંતર્ગત આજે અને આવતીકાલે સવારે 10 વાગ્યાથી સાંજે 6:30 વાગ્યા સુધી પ્રાગમહેલ, દરબારગઢ બેંકવેટ હોલ ખાતે વિસ્તૃત સર્વેનું પ્રદર્શન સંબંધિત ચાર્ટ્સ સાથે જોવા માટે ખુલ્લું મૂકવામાં આવશે અને ટીમ સાથે આપણા સ્મારકોની સંભાળ રાખવા વિશે પણ ચર્ચા કરાશે.ભારતની નામાંકિત વિષય નિષ્ણાત ટીમ દ્વારા થયેલ દસ્તાવેજીકરણ કેવુ હોય તે જોવા સમજવાની તક છે.

ભવિષ્યમા કચ્છના સ્મારકોને સાચવવા આપણે દરેક વ્યક્તિગત અને સામુહિક રીતે કેવી રીતે સહભાગી થઈ શકીએ, તે નક્કી કરવાની તક છે ત્યારે આ પ્રદર્શન જાહેર જનતા માટે અને ખાસ કરીને પુરાતન સ્મારકોમાં રુચિ ધરાવનારા, આર્કિટેકચરલ નિષ્ણાતો તેમજ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક હોઇ લાભ લેવા ઇજન કરાયું છે.દરમ્યાન આજે સાંજે મહારાણી પ્રીતિદેવીના હસ્તે દરબારગઢ પ્રાગમહેલ બુટિક શોપનું ઉદઘાટન પણ કરવામાં આવશે.

પ્રાદેશિક અસ્મિતાથી આપણુ મસ્તક ઊંચુ છે.ભારતીય સંસ્કૃતિની ધરોહર એટલી વિશાળ અને બહુમુખી છે કે કોઈ એક વ્યક્તિ કે સંસ્થા ઓર્ગેનાઇઝેશનનુ કામ નથી ત્યારે દરેક પોતપોતાની જવાબદારી સમજી ધરોહરોની જાળવણી કરે તે જરૂરી છે.CEPT અમદાવાદ સાથે M.M.K.B. TRUST પ્રાગમહેલે એક MOU સાઈન કર્યુ છે. જેમા કચ્છના સ્મારકોનું ડોક્યુમેન્ટેશન શરૂ થયુ છે.ભવિષ્યમા આવા અન્ય સક્ષમ ઓર્ગેનાઇઝેશનો સાથે કચ્છની જુની હવેલીઓનુ, કિલ્લાઓ, અને ઐતિહાસિક સ્મારકોનુ ડોક્યુમેન્ટેશનનુ કામ પણ કરવામા આવશે એનુ પ્રાગમહેલ કેન્દ્ર બનશે.

ઐતિહાસિક સ્મારકોનો ટેકનિકલ અભ્યાસ એ સંરક્ષણ સંવર્ધન માટેનું પ્રથમ પગથિયું છે
CEPT સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીની અમદાવાદ શાખા ખાતેની હેરિટેજ કન્ઝર્વેશન શાખા પાસે અધ્યતન લેબોરેટરી અને ટેકનીકલ નિષ્ણાતોની ટીમ છે. CEPT નું પ્રમાણપત્ર A.S.I આર્કીયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાને કામ આવે છે. ભવિષ્યમાં પ્રાગમહેલ કચ્છ- સૌરાષ્ટ્રના પ્રાચીન સ્મારકોના સંરક્ષણ માટે સેપ્ટ સંસ્થાનું કાર્યાલય બનશે.

અન્ય સમાચારો પણ છે...