જામીન નકાર્યા:ચુડવા જમીન કેસમાં પ્રદીપ શર્માની બીજી જામીન અરજી ફગાવાઈ

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા અદાલતે જામીન નકાર્યા : હવે હાઇકોર્ટમાં આશા

ગાંધીધામ તાલુકાના ચુડવા ગામે આવેલી જમીન પર દબાણ ના હોવા છતાં ટેકનિકલ દબાણ ગણી બજારભાવ કરતાં નીચા દર નક્કી કરી જમીન નિયમિત કરી આપવાના આરોપમાં સીઆઇડી ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.જેથી કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની ધરપકડ કરાઈ હતી જેઓની બીજી જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે.

ગત ચોથી માર્ચે ગાંધીધામ મામલતદારે પ્રદીપ શર્મા અને અન્ય બે પૂર્વ અધિકારી સામે ફરિયાદ આપી હતી.જેમાં રિમાન્ડ પૂર્ણ થયા બાદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી પણ તે ફગાવી દેવાઈ હતી.જેથી પાલારા જેલમાં મોકલી દેવાયા હતા દરમ્યાન તેમણે જિલ્લા અદાલતમાં જામીન માટે અરજી કરી હતી પણ કોર્ટે અવલોકન કર્યું કે,આ કેસમાં જમીન રૂ.25 ના બદલે ઓછું મૂલ્ય આંકી 19 નો ભાવ નક્કી કરી વેચી દેવાઈ હતી તો ટેક્નિકલ દબાણ ન હોવા છતાં ટેક્નિકલ દબાણ ગણવામાં આવ્યું હતું.આરોપી શર્મા તે સમયે કચ્છનાં કલેક્ટર હોઈ તેઓની કમિટીમાં આ કામગીરી થઈ હતી.જેમાં સતાનો ગેરઉપયોગ અને સરકારને આર્થિક નુકશાન થયું હોવાથી અરજી નકારવામાં આવી હતી. સરકાર પક્ષે સ્પેશ્યલ પીપી તરીકે સરકારી વકીલ એચ.બી.જાડેજાએ હાજર રહી દલીલ કરી હતી.

હજી તત્કાલિન ટાઉન પ્લાનર છે ફરાર
આ કેસમાં તપાસ દરમિયાન સંડોવણી સામે આવતા તત્કાલિન નિવાસી નાયબ કલેક્ટર ફ્રાન્સિસ આક્ષેદાસ સુવેરાની ધરપકડ કરાઈ હતી.જેઓ હાલ પાલારા જેલમાં સજા કાપે છે તેમજ તત્કાલિન ટાઉન પ્લાનર નટુભાઈ દેસાઈનું પણ નામ ખુલ્યું હતું પણ તે હજી ફરાર છે.

અન્ય સમાચારો પણ છે...