બ્લાસ્ટ સાથે આગ:નખત્રાણાના કોટડા જદોડર ગામે વિજ ટ્રાન્સફોર્મરમાં વિકરાળ આગ લાગતા દોડધામ, બે કલાક સુધી વિજ પુરવઠો ખોરવાયો

કચ્છ (ભુજ )13 દિવસ પહેલા
  • બે તાર ટકરાઈ જવાથી ફ્યુઝમાં શોક સર્કિટ થઈ હતી

નખત્રાણા તાલુકાના કોટડા જદોડર ગામે ગત રાત્રે સાડા દસના અરસામાં વિજ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ લાગી ઉઠી હતી. આગનો બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. આ દરમિયાન ટ્રાન્સફોર્મરમાં ભારે ધડાકા ભડાકા થતા ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, આ આગ વિજ ડીપીના બોર્ડમાં રહેલા હેવી ફ્યુઝમાં લાગી હતી તેથી ટ્રાન્સફોર્મરમાં કોઈ નુકશાન થયું નહોતું. પરંતુ બે કલાક સુધી વિજ પુરવઠો ખોરવાયો હતો.

શોક સર્કિટ થઈ હતી
આ અંગે કોટડા ( જ.) ગામના સરપંચ પતિ મુકેશ ચાવડાએ વિગતો આપતા જણાવ્યું કે, ગામના ઊગમણા ફળિયામાં ગત રાત્રીના 10.30 વગાયની આસપાસ આ ઘાટના બની હતી. જ્યાં વિજ ટ્રાન્સફોર્મર અંદર નીચેના ભાગે લાગેલા કન્ટ્રોલ બોર્ડમાં બે તાર ટકરાઈ જવાથી ફ્યુઝમાં શોક સર્કિટ થઈ હતી, જેના કારણે વાયર બળી ગયા હતા. અને વિજ પુરવઠો ખોરવાયો હતો પરંતુ વિજ કર્મચારીઓ દ્વારા તાકીદે ઘટનસ્થળે પહોંચી આવી રાત્રિના 12.30 વાગ્યા સુધીમાં વિજ પુરવઠો શરૂ થઈ ગયો હતો. વિશેષ કોઈ હાનિ થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...