ઉનાળો શરુ થઇ ગયો છે તેની સાથે વીજળીના રૂસણા પણ શરૂ થઇ ચૂક્યા છે. ભુજ શહેર અને શહેરને જોડતા માધાપરના સોસાયટી વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી અવારનવાર વીજ પુરવઠો બંધ થઇ જાય છે. પરિણામે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
છેલ્લા કેટલાક દિવસથી શહેરના સોસાયટી વિસ્તારો અને શહેરને અડીને આવેલા માધાપરના કોલોનીના ભાગો કે જેમના વીજજોડાણ માધાપરના ટ્રાન્સફોર્મર્સમાં તબદિલ કરવામાં આવ્યા છે તેના રહેણાક સહિતના ભાગોમાં વીજ સમસ્યા વકરી છે. હાલમાં રોજીંદી રીતે અડધાથી એક કલાક સુધી લાઇટ જતી રહે છે.
નોંધનિય છે કે, ભુજને જોડતા માધાપરના કોલોની વિસ્તારમાં અંદાજે 30 હજારની વસતિ વસી રહી છે. હજુ ઉનાળાની શરૂઆત છે અને પીજીવીસીએલનો વીજ વિક્ષેપ થઇ રહ્યો છે તો ભરઉનાળે શું સ્થિતિ હશે તેની ચિંતા સાથે સ્થાનિક રહેવાસીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, સોમવારે ભુજમાં છાંટા પડતા જ અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. જે અડધાથી બે કલાકે પૂર્વાવત થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.