નિયમોમાં સુધારો:વિદેશમાં થયેલા પાવરવાળા લેખ સોગંદનામા માટે 15 ફેબ્રુઆરી સુધી પેન્ડિંગ રાખી શકાશે

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રજિસ્ટ્રેશન નિયમોમાં ગાંધીનગર કક્ષાએથી ફરી કરાયો સુધારો

વિદેશમાં થયેલા પાવરનામા વાળા દસ્તાવેજ લેખ નોંધણી માટે મૂળ પાવર અાપનારી વ્યક્તિના સોગંદનામા માટે તા.15 ફેબ્રુઅારી સુધી પેન્ડિંગ રાખી શકાશે ત્યારબાદના દસ્તાવેજના કિસ્સામાં દસ્તાવેજ સાથે જ સોગંદનામું રજૂ કરવાનું રહેશે તેવો સુધારો ગુજરાત રજિસ્ટ્રેશન નિયમોમાં કરાયો છે.

નોંધણી સર નિરીક્ષક ગાંધીનગરના તા.9-1ના અાદેશ મુજબ જયારે પાવરનામાના અાધારે દસ્તાવેજની નોંધણી થતી હોય ત્યારે ભારતમાં જ થયેલા પાવરનામાના કિસ્સામાં પાવર અાપનારનું સોગંદનામું દસ્તાવેજ સાથે જ રજૂ કરવાનું રહેશે. અા સાથે અેવો પણ અાદેશ કરાયો હતો કે, વિદેશમાં થયેલા પાવરનામાના કિસ્સામાં પાવરદારનું સોગંદનામું અેક મહિનામાં રજૂ કરવાનું રહેશે.

પરંતુ તા.10-1ના ફરી કરેલા નવા સુધારા મુજબ હવેથી વિદેશમાં થયેલા પાવરનામાના કિસ્સામાં દસ્તાવેજ લેખ સોગંદનામા વગર રજૂ કરી શકાશે અને તેવા દસ્તાવેજ પાવરનામું કરી અાપનારી વ્યક્તિના સોગંદનામા માટે તા.15-2-23 સુધી પેન્ડિંગ રાખી શકાશે.

ત્યારબાદ અેટલે કે, તા.15-2-23 બાદ વિદેશમાં થયેલા પાવરના કિસ્સામાં પાવરનામું અાપનારી વ્યક્તિનું સોગંદનામું દસ્તાવેજની સાથે જ રજૂ કરવાનું રહેશે. દસ્તાવેજમાં મૂળ માલિકે સહી કરી હોય તો તેવા કિસ્સામાં સોગંદનામું કરવાનું નહીં રહે. દસ્તાવેજ મતુ-સહી કર્યાની તારીખે સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઇ કરેલી હોવી અનિવાર્ય છે, જો નહીં હોય તો તે દસ્તાવેજ નોંધણી કર્યા વગર જ સ્ટેમ્પ ડ્યૂટીની પૂર્તતા માટે પરત કરવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...