લગ્નસરાની સીઝન વચ્ચે ટપાલીઓ રજામાં જતાં તેમની અવેજીમાં અન્ય કોઇ વ્યવસ્થા ન કરાઇ નથી, જેથી ભુજની મુખ્ય કચેરીએ ટપાલનો ભરાવો થયો છે અને લાંબા સમયથી લોકોને મહત્વની ટપાલો ન મળી હોવાની રાવ ઉઠી રહી છે.
કોરોના મહામારીના કારણે સતત બે વર્ષ સુધી લગ્નસરાની સીઝન પર બ્રેક લાગી ગઇ હતી. જો આ વખતે સંક્રમણ ઘટતાં લોકો હવે લગ્ન સહિત વિવિધ સામાજિક, ધાર્મિક કાર્યક્રમો યોજી રહ્યા છે. કોરોના નિયંત્રણની પાબંદી સંપૂર્ણપણે હટ્યા બાદ આ વખતે લગ્નસરાની સીઝન પૂરબહારમાં ખીલી છે.
ટપાલીઓની ઘટ વચ્ચે અમુક રજામાં જતાં, તેમની અવેજીમાં અલગથી અન્ય ટપાલીને મૂકવાના બદલે ઓછા સ્ટાફ વચ્ચે હાલે ફરજ બજાવતા ટપાલીઓને જ રજામાં રહેલા ટપાલીઓનો ચાર્જ આપી દેવાતાં તેમનો વિસ્તાર વધી જાય છે અને ટપાલનું વિતરણ થઇ શકતું નથી.
ભુજ શહેર તેમજ આસપાસના પટેલ ચોવિસીના ગામોમાં સમયસર ટપાલ ન મળતી હોવાની રાવ ઉઠી રહી છે ત્યારે આ અંગે કચ્છ ટપાલ વિભાગના અધિક્ષક કનુભાઇ એમ. દેસાઇનો સંપર્ક સાધતા તેમનો ફોન નો રિપ્લાય આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.