કચ્છમાં તાપમાનનો પારો નીચે સરકતાં પ્રખર તાપમાંથી અાંશિક રાહત થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ અાગામી 4-5 દિવસ મહત્તમ તાપમાનમાં મોટા ફેરફાર નહીં થાય તેમ છતાં તા.19 અને 20 અેટલે કે, ગુરૂ-શુક્રવારના જિલ્લામાં હિટવેવની શક્યતા છે.
મંગળવારના રાજ્યના ચોથા નંબરના અને કચ્છના સાૈથી ગરમ મથક અેવા કંડલા અેરપોર્ટ પર મહત્તમ 40.4 ડિગ્રી અને લઘુત્તમ 27.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું, જેના પગલે ગાંધીધામ, અંજાર, અાદિપુર, ગળપાદર, મેઘપર બોરિચી પંથકમાં તાપ વરસ્યો હતો. જિલ્લા મથક ભુજમાં અધિકત્તમ 39.5 ડિગ્રી, ન્યૂનત્તમ 25.2 ડિગ્રી, કંડલા પોર્ટમાં મહત્તમ 37.4 ડિગ્રી, લઘુત્તમ 27.2 ડિગ્રી અને નલિયામાં મહત્તમ 35.5 ડિગ્રી, લઘુત્તમ 27.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જો કે, હવે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાની સાથે ઉકળાટના કારણે લોકો ગરમીથી રેબઝેબ થઇ જાય છે.
રાજ્યના 5 ગરમ મથકોમાં કચ્છનો 1 | |
મથક | તાપમાન |
સુ.નગર | 42.3 |
રાજકોટ | 42 |
અમદાવાદ | 41.6 |
કંડલા એ. | 40.4 |
વડોદરા | 40.1 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.