સીન સપાટા ભારે પડ્યા:ગાંધીધામમાં બાઈક પર છરી સાથે સ્ટંટ કરતા યુવકોનો વીડિયો વાયરલ થતાં પોલીસે કડક કાર્યવાહી કરી

ભુજએક મહિનો પહેલા
  • 3 યુવકો પૈકી એક સગીર હોવાથી વાલીને તાકીદ કરાઈ

પૂર્વ કચ્છના વિકસીત શહેર ગાંધીધામમાં ત્રણ યુવકોને બાઈક પર સ્ટેટ કરતો વીડિયો બનાવવો ભારે પડ્યો છે. વીડિયોમાં સગીર સાથે અન્ય બે યુબકો ટ્રીપલ સવારી સાથે હવામાં છરી લહેરાવતા અને છુટા હાથે બાઈક ચલાવતા દેખાયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામા પોલીસના ધ્યાનમાં આવતા એ ડિવિઝન મથકે યુવકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બાઈક પર સીન સપાટા ભારે કરતા ઝડપાયેલા યુવકોમાં 19 વર્ષીય પ્રકાશ કરશન ચારણ અને 18 વર્ષીય મનોજ વેરશી માતંગ સામે જાહેરમાં છરી લહેરાવહી અને ગફલતભરી રીતે બાઈક ચલાવવા સહિતની કલમો તળે ગુનો નોંધાયો છે. જ્યારે સાથે રહેલા અન્ય સગીરને વાલીને બોલાવી તાકીદ સાથે સોંપવામાં આવ્યો હોવાનું ગાંધીધામ એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...