પોલીસમાં દોડધામ:બિદડાની દરગાહમાં પાકિસ્તાની ઝંડાની વાતથી પોલીસ દોડી ગઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સો. મીડિયામાં મેસજ વાયરલ થતાં પોલીસમાં દોડધામ
  • જોકે તપાસ દરમિયાન સંપ્રદાયનો ઝંડો હોવાનું ખુલ્યું

માંડવી તાલુકાના બિદડા ગામમાં દરગાહ પર પાકિસ્તાની જંડો લહેરાતો હોવાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી. જો કે, પોલીસે સ્થાનિક તપાસ કરતાં દિલ્હીની આલા હજરત મસ્જીદના સંપ્રાયદના પ્રતિકનો ફ્લેગ હોવાનું સામે આવતાં પોલીસે રાહતનો દમ લીધો હતો.

આ અંગે માંડવી પોલીસ થાણા અધિકારી એન.કે.રબારીએ જણાવ્યું હતું. તેમને સ્થાનિકેથી સોશીયલ મીડિયામાં મેસેજ આવ્યો હતો. કે, બિદડા ગામે આવેલા શૈયદ ફળિયામાં એક દરગાહ પર પાકિસ્તાની ફ્લેગ લાગેલો છે. જેથી બિદડા ઓપીના જમાદાર મુળરાજસિંહને આ અંગે તપાસ માટે મોકલાવાયા હતા.

પોલીસે તપાસ કરતા આ દરગાહ પર લાગેલો પાકિસ્તાનના ફ્લેગ જેવો જ હતો પણ પાકિસ્તાનો જંડો ન હતો. આ દરગાહની દેખરેખ રાખતા શૈયદબાવાએ પોલીસને જણાવ્યું હતું. કે, દિલ્હી ખાતે આવેલી આલા હજરત મસ્જીદના સંપ્રાયદનો આ ફ્લેગ છે. જે સંપ્રદાયના હોવાથી અહીં દરગાહમાં લગાવેલો છે. જેથી પોલીસે આ અંગે જાણવા જોગ નોંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...