ભચાઉ તાલુકાના જૂના કટારીયા ગામની સીમમાંથી બે શખ્સો ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદૂક સાથે ઝડપાયા હતા. રાત્રિના સમયે સંભવિત શિકારમાં નીકળેલા બંને શખ્સો લાકડીયા પોલીસ હાથે ઝડપાયા હતા. પોલીસે બંને આરોપીઓ પાસેથી રૂ. 10 હજાર કિંમતની બંદૂક અને રૂ. 30 હજારની કિંમતનો એન્ડ્રોઇડ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.
રાત્રે પેટ્રોલિંગમાં પોલીસને બાતમી મળી
લાકડીયા પોલીસ રાત્રે પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે પોલીસને બાતમી મળી હતી. જૂના કટારીયા સીમ વિસ્તારમાં આવેલ ડેટોક્ષ કંપની નજીક આરોપી રસુલ કરીમ અને સલીમ ભુરાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી રસુલ શિકારપુર અને સલીમ ભુરા જૂના કટારિયાના રહેવાસી છે. તેમની પાસેથી સિંગવ બેરલવાળી બંદૂક મળી આવતા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ કાર્યવાહીમાં પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર.વસાવા તથા ASI જયેશ એન.પારઘી, હેડ કોન્સટેબલ સમિત ડાભી તથા કોન્સટેબલ ચેતન કલેટના જોડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.